સેલવાસ: વર્તમાન સમયમાં પણ દાદરા નગર હવેલીના વિસ્તારોમાંની ઘણી બધી કંપનીઓમાં કોન્ટ્રાક્ટ પધ્ધતિથી કામદારો રાખવામાં આવે છે ત્યારે ખુશ્બુ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીમાં કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા કામદારોનું કોન્ટ્રાક્ટરો શોષણ થઇ રહ્યું હોવાની વાતો બહાર આવી છે.

Decision News ને મળેલી માહિતી પ્રમાણે 9ઓક્ટોબર ના રોજ સેલવાસની ખુશ્બુ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીના કામદારએ કોન્ટાક્ટરો દ્વારા થતા શોષણ લઈને હડતાલ કરી હતી. કેમ કે કંપનીના કોન્ટ્રાકટર દ્વારા કેટલીક મહિલા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકવામાં આવી હતી ત્યારે આ મુદ્દે લેબર ઓફિસરને મળ્યા અને કામદારોએ લેબર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ફરિયાદ કરી છે.

કામદારોની ફરિયાદ હતી કે કંપનીમાં 250 રૂપિયા મુજબ પગાર અપાઈ છે અને જો ક્યારેક કામ હોવાથી રજા પાડાઈ ગઈ હોય તો તેના કરતાં પણ ઓછો પગાર આપવામાં આવતો હોય છે તેથી સરકારી ધારાધોરણો અનુસાર પગાર થાય એ માટે અપીલ કરીએ છીએ. આ ઘટનાને લઈને લેબર ઓફિસરે આ બાબતે યોગ્ય નિવારણ લાવવાનું કર્મચારીઓને આશ્વાસન આપ્યું છે.