વાંસદા: ગતરોજ વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં જંગલ જમીનના હક્કો અને અધિકારો માટે વાંસદા બજારમાં આવેલા હનુમાનજી મંદિરથી લઈને પ્રાયોજના વહીવટદારની કચેરી ખાતે એક રેલી યોજાઈ હતી જેમાં જનસભાનું પણ આયોજન થયું હતું.

Decision News ને મળેલી માહિતી મુજબ વન અધિનિયમ ૨૦૦૬ હેઠળ જંગલની જમીનના કબજેદારોને પ્રાયોજના વહીવટદારની કચરીમાંથી અરજીના ફોર્મ આપ્યા બાદ અરજદારો જયારે ભરીને પરત જમા કરાવવા જતા પ્રાયોજના વહીવટદારની કચરીના અધિકારીઓએ ન લેતાં અરજદારોએ ધારાસભ્ય અનંત પટેલને ફરિયાદ કરી જેને લઈને આજે તેઓએ રેલી કાઢીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

અનંત પટેલનું કહેવું હતું કે આવનારા સમયમાં વન અધિનિયમ ૨૦૦૬ના કાયદા મુજબ જેઓ જમીનનો કબજો ધરાવતા હોય તેઓને જમીન આપવી જોઈએ. તેમજ ના કાયદા હેઠળ આવેલ જમીનને સમતળ કરવા દેવામાં આવે તથા વીજળીકરણ કરવા દેવામાં આવે એવી માંગણી કરવામાં આવી હતી.