પારડી: વર્ષોથી ખેરલાવ ગામના લોકોને સરકારી અનાજ લેવા માટે દુમલાવ ગામમાં જવું પડતું હતું. ત્યારે સૌ ગ્રામજનોની માંગણી હતી કે સસ્તા અનાજ ગામમાં જ ઉપલબ્ધ બને ત્યારે ગતરોજ સસ્તા અનાજ પેટા બ્રાન્ચની મંજુરી તંત્ર દ્વારા આપવામાં આવી છે જેથી હવેથી સરકારી અનાજ વિતરણ ખેરલાવ ગ્રામ પંચાયત કચેરી ખાતે આપવામાં આવશે જેને લઈને ગામમાં ખુશીનો માહોલ સર્જાયો છે.
જુઓ વિડીયો..
આ પ્રસંગે સામાજિક આગેવાન ચંપક કાકા , પ્રવીણકાકા મારા ગામના વડીલો માતાઓ સૌ કોઈ હાજર રહ્યા હતા. ગામના સરપંચ મયંક પટેલ જણાવે છે કે હવે પછી મારા ગામના કોઈ પણ વડીલ મિત્રો મારી માતાઓ બેહનો વડીલો કોઈને પણ ગરમીમાં કે ચોમાસામાં ભર વરસાદમાં કે શિયાળાની ઠંડીમાં ચેક 3-4 કિમી દૂર દુમલાવ ખાતે લેવા માટે જવું પડતું હતું જે હવે થી આપણા ઘર આંગણે થી જ ઉપલબ્ધ બને અને આ મારા સપનાને પૂરું કરવા માટે દંડક વિધાનસભા શ્રીમતી ઉષાબેન પટેલ, જિલ્લા પુરવઠા અધિકારી બેન કાજલબેન ગામીત અને સ્થાનિક વહીવટી તંત્ર બધાનો જ ખેરલાવ ગામ વતી હું આભાર વ્યક્ત કરું છું