કેવડીયા: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેવડીયા ખાતે એકતા પરેડ અને અન્ય પ્રોજેક્ટો માટે આવી રહ્યા છે ત્યારે એકતા પરેડની તૈયારીઓની આડમાં કેટલાક કોન્ટ્રાક્ટરો રાત્રીના જેસીબી અને હાઇવાનો કાફલો ઉતારીને બેફામ રીતે માટી ખનન કરવામાં આવી રહયાની લોકચર્ચા સામે આવી છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે કોન્ટ્રાકટરો દ્વારા એટલી સફાઈ સાથે રાતોરાત ટનબંધ માટી ચોરી થઇ રહી છે કે સવારમાં કોઈને ખબર ન પડે. કેવડિયા ગ્રામપંચાયતે નર્મદા નિગમને માટી ચોરી વિષે જણાવ્યું છે. કેવડિયા કોઠી ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા નર્મદા નિગમને પત્ર લખવામાં આવ્યો છે કે ગ્રમાંપન્ચયાતને જાણ કર્યા વગર જ કેવડિયા મેઈન બજારની પાછળ ઘણાં દિવસથી રોજ રાત્રિના 10 વાગ્યાથી જેસીબી મશીનો અને ડમ્પરો માટી ભરીને રફેદફે થઇ રહી છે.

મોટાપાયે નર્મદામાં થઇ રહેલા માટીની સાથે રેતી ખનનમાં સત્તાપક્ષના અમુક નેતાઓની સંડોવણી હોવાની પણ સ્થાનિક લોકો ચર્ચા કરી રહ્યા છે  ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ મોટાપાયે માટી ચોર ની સામે કેવી કડક કાર્યવાહી કરવામાં આવે છે.