ડાંગ:- ગતરોજ વઘઇ તાલુકાના રંભાસ ગામે ટ્રકચાલકે બેફિકર રીતે ટ્રકને માર્ગ પર ચાલુ કરી ઉભી રાખી નીચે ઉતરી ગયા બાદ ટ્રક એકાએક માર્ગ સાઈડે આવેલ મકાનમાં ધડાકાભેર અથડાઈ જતા ઓટલા સુતેલે આદિવાસી મહિલા પર ટ્રકનું વ્હીલ ફરી વળતા મૃત્યુ થયું હતું.

Decision News ને મળેલી માહિતી મુજબ નાસિકથી સુરત તરફ જતી ટ્રક નબર MH-15-AG- 2843 ના ચાલક આત્મારામ સાનપ રહે નાસિકએ ટ્રકને માર્ગ પર હેન્ડ બ્રેક માર્યા વગર ટ્રક ઉભી રાખી માર્ગ સાઈડે લઘુશંકા કરવા ગયા હતા. તે દરમિયાન ટ્રક એકાએક આગળ વધવા માંડતા માર્ગ સાઈડે આવેલા રંભાસ ગામનાં નિશાળ ખડક ફળિયામાં આવેલ જશવંતભાઈ કાકદભાઈ બિરારીના મકાનમાં ધડાકાભેર ઘૂસી ગઇ હતી. જેને પગલે ઘરના ઓટલાના છાપરા તથા થાંભલી તોડી નાંખી ઓટલા પર સુતેલા તેમના બહેન સરલાબેન ભીખાભાઇ ગાંવિતનું મોત નિપજ્યું હતું.

આ બનાવ અંગે જસવંતભાઈ બિરારીએ વઘઇ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.