ડેડિયાપાડા: આજરોજ ડેડીયાપાડામાં તાલુકા કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શનનું આશ્રમ શાળા રેલ્વા (ભરાડા) ના સંકુલમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકાની 100 સ્કૂલોમાંથી 100 કૃતિઓ સાથે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

Decision News ને મળેલી માહિતી મુજબ ડેડીયાપાડામાં તાલુકા કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શનનું આશ્રમ શાળા રેલ્વા (ભરાડા) ના સંકુલમાં આયોજન કરાયું હતું જેમાં 100 સ્કૂલોમાંથી 100 કૃતિઓ સાથે વિદ્યાર્થીઓએ ભાગ લઇ કાર્યક્રમને દીપાવ્યો હતો. આ ઉપરાંત  બી.આર.સી કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં પાંચ વિભાગમાં પ્રથમ સ્થાન મેળવેલ પાંચ કૃતિઓ જિલ્લા કક્ષાએ ભાગ લેશે.

આ કાર્યક્રમમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી રામસિંગભાઈ, બી.આર.સી. નરેશભાઈ, ડેડિયાપાડા પી.આઈ.પંડયા સાહેબ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ના અધ્યક્ષ ખાનસિંગભાઈ વસાવા, જિલ્લા પંચાયત સિચાઈ સમિતિ ના અધ્યક્ષ નીતાબેન , જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી ફતેસિંગભાઈ, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી સુરેશભાઈ, તથા તાલુકા શૈક્ષિક સંઘના મંત્રી નિલેશભાઈ વસાવા તથા પ્રમુખ વિજયભાઈ વસાવા અને ખજાનચી ટવરસિંગભાઈ આ સંસ્થાના ફાધર ભૂષણ અને ફાધર પોલ, ટીમ બી . આર.સી. સી.આર.સી તથા માધ્યમિક શાળાના શ્રેષ્ઠ નિર્ણાયકો સહિતના અધિકારીઓ અને પદાઅધિકારીઓ સહિત વાલીઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને વિદ્યાર્થીનીઓને ટ્રોફી, પ્રમાણપત્ર, રોકડ પુરસ્કાર આપ્યા હતા. અને ભવિષ્યમાં પણ ગણિત-વિજ્ઞાનની આવી પ્રવૃત્તિમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી.