વાંસદા: નવસારી જિલ્લાના વહીવટીતંત્રની ઘણાં દિવસોથી વાંસદાના ગાંધી મેદાન પર આનંદ મેળા તૈયારી ચાલી રહી હતી તેને ‘ના’ પાડી દેતા વાંસદાના મામલતદાર એમ.એસ. વસાવાએ મેળો બંધ કરવાની સૂચના આપતા આયોજકોને આપી દીધી છે.

Decision News ને મળેલી જાણકારી પ્રમાણે વાંસદાના ગાંધી મેદાનમાં ઘણા દિવસોથી આનંદ મેળાના ભાગરૂપે દુકાનો અને ચકડોળ લગાવવાની તૈયારી ચાલી રહી હતી પણ આ બાબતે જિલ્લા કલેકટરને લેખિતમાં ફરિયાદ કરતા  જિલ્લાના વહીવટીતંત્રએ આનંદ મેળાનું આયોજન માટે ‘ના’ પાડી દેતા વાંસદાના મામલતદાર એમ.એસ. વસાવાએ મેળો બંધ કરવાનું કહી દીધું છે. આ ઉપરાંત રમતગમતનું મેદાન કેળવણી મંડળ દ્વારા ભાડા પર આપી દીધા તેના પર પણ લોકો ગુસ્સો ઠાલવી રહ્યા છે

એવું કહેવાય રહું છે કે આનંદ મેળાના આયોજકોએ કોઈપણ જાતની વહીવટીતંત્ર પાસે પરમિશન આ મેળો માટે લીધી ન હતી અને પોતાની રીતે જ તેઓ તૈયારીમાં લાગી ગયા હતા.. શું આ આયોજકો સામે જિલ્લાનું વહીવટીતંત્ર પગલાં ભરશે ખરું કે પછી.. અંધેરી નગરી મેં ગંડુ રાજા..