ચીખલી: ફાઇનાન્સ કંપની દ્વારા સુરખાઈ ગામમાં એક આદિવાસી યુવકએ લોન લીધી હતી.અને એના હપ્તા માત્ર ત્રણ જ બાકી હોવા છતાં પણ પ્રોપર્ટી ઉપર કોર્ટના જજમેન્ટે આર.બી.આઈના નિયમ વગર લખાણ કરી ગયાની ઘટના સામે આવી છે.

જુઓ વિડીયો..

Decision News ને મળેલી માહિતી મુજબ ચીખલી તાલુકાના સુરખાઈ ગામના એક આદિવાસી યુવાનએ લોન લીધી હતી ત્યારે ચીખલી ફાઇનાન્સ કંપની દ્વારા અચાનક યુવકના ઘરે પહોચી તેમની બહેનને ગમે તેવો ધાક-ધમકી આપી અભદ્ર વ્યવહાર કર્યો હતો. તમે માનશો નહિ લોનના માત્ર ત્રણ જ હપ્તા બાકી હોવા છતાં કોર્ટના જજમેન્ટે પ્રોપર્ટી ઉપર આરબીઆઈના નિયમ વગર લખાણ કરી ગયા હતા. જેની જાણ યુવક દ્વારા સ્થાનિક આગેવાનો ડોક્ટર નિરવભાઈ પટેલ, પંકજભાઈ પટેલ, મયુરભાઈ પટેલ વલસાડ અને મનીષ શેઠ જાણ કરતા આ ફાઇનાન્સ કંપની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની હાથ ધરી છે.

આદિવાસી સામાજિક આગેવાન મનીષ શેઠએ જણાવ્યું કે આ ફાઈનાન્સ કંપની જેનું નામ ઇલેક્ટ્રોનિક ફાઇનાન્સ છે જે આપણા આદિવાસી વિસ્તારોમાં 24% ના વ્યાજ દરે લોન આપે છે પણ આપણા આદિવાસી ભાઈઓ જાગતા નથી અને માત્ર લોન પાસ થાય અને રૂપિયા મળે એટલું જ વિચારે છે પણ એની પછાડી કેટલા ટકા વ્યાજ છે તે કોઈ દિવસ જોતા નથી અને આવા પ્રાઇવેટ ફાઇનાન્સરો આપણી મેથી મારી જાય છે. પ્રાઇવેટ ફાઇનાન્સ કંપનીઓથી લોન લેવાનું બંધ કરો નહીં તો પેઢી દર પેઢી એ લોન ચૂકવી નહીં શકશે અને તમારું બધું જ પૂરું કરી દેશે.