સુરત: માંડવી નગરના પ્રવેશદ્વાર નજીક આવેલી સરકારી હોસ્ટેલમાં અસુવિધાઓથી કંટાળી 300 જેટલા  વિદ્યાર્થીઓ રોડ પર આવી ગયા હતા અને રોડ ચક્કાજામ કરી દીધો હતો ત્યારે સ્થાનિક વહીવટીતંત્ર દૌડતું થઈ ગયું હતું.

DECISION NEWSએ માંડવીની સરકારી કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓ જોડે વાતચીત કરતા જણાવ્યા મુજબ ઘણી બધી અસુવિધાઓ રહેલી છે. જેમાં ટોયલેટ બાથરૂમની જર્જરીતા અશુદ્ધ પાણીનો પુરવઠો બેડશીટ ઉપરાંત જમવાની વસ્તુઓમાં ગુણવત્તા બાબતે જવાબદાર અધિકારીઓને વારંવાર જાણ કરવા છતાં રહેલી કોઈપણ પગલાં ન ભરાતા વિદ્યાર્થીઓ અસુવિધાથી કંટાળી ગયા હતા. અને આજે અચાનક જ વિદ્યાર્થીઓનું ટોળું હોસ્ટેલ બહાર આવી ગયું હતું. ત્યારબાદ માંડવી પ્રવેશ દ્વાર આગળ આવી રોડ પર અડીંગો જમાવી દીધો હતો. પ્રતિક હડતાલ રૂપે દેખાવો કરી હડતાળ સમેટી લીધી હતી પરંતુ સુવિધા આપવામાં ન આવે તો આગામી દિવસોમાં ભૂખ હડતાળની ચીમકી ઉચ્ચારી હતી.

વારંવારને રજૂઆતો કરવામાં આવવા છતાં કોઈ નક્કર પગલા લેવાતા નથી ઠેર ઠેર ગંદકી તથા જમવાની પણ સામગ્રીની ગુણવત્તા બાબતે ફરિયાદ કરવા છતાં કોઈ યોગ્ય ઉકેલ આવ્યો ન હતો જવાબદાર અધિકારીઓ પણ કોઈ હાજર રહેતું ન હોવાથી વિદ્યાર્થીઓના પ્રશ્નોનો યથાવત રહેતા આજે પ્રતિક હડતા રૂપ દેખાવ કર્યો હતો.