વાંસદા: ગતરોજ વાંસદા સરકારી વિનયન અને વાણિજય કોલેજમાં રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા કોલેજના આચાર્યના માર્ગદર્શન હેઠળ “મેરી માટી મેરા દેશ” અંતર્ગત કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

DECISION NEWS ને પ્રાપ્ત થયેલી વિગત અનુસાર વાંસદા સરકારી વિનયન અને વાણિજય કોલેજમાં રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. ત્યાં ગામના સ્થાનિક આગેવાનો તથા કોલેજનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. દરેક વિદ્યાર્થીઓએ પોતાના ગામની મુઠ્ઠી ભરીને માટી કળશમાં એકત્રિત કરી હતી. આવનાર સમયમાં યુનિવર્સિટીમાં મુખ્ય કળશમાં સમાવેશ કરવામાં આવશે.

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ ઓફિસર ડો.અનિલ ચૌધરી, ડો. કલ્પનાબેન પટેલ દ્વારા કરાયું હતું.