ચીખલી: ગતરોજ ચીખલીના રાનવેરીકલ્લા ગામના ચંદુભાઈ દેવજીભાઇ પટેલના નાના દીકરા પ્રવિણભાઈ ચંદુભાઈ પટેલ જેવો સુરત ખાતે નવયુગ સાયન્સ કોલેજમાં અધ્યાપક તરીકે ફરજ બજાવતા હતા. અને એમના પરિવારમાં પત્ની તૃપ્તિબેન પ્રવિણભાઈ પટેલ અને બે દીકરી પ્રાપ્તિ અને કૃત્તિ એમ બન્ને દીકરીઓ જ છે. ત્યારે તેમની બે દીકરીએ પિતાના અંતિમ સંસ્કાર કર્યાની એક પહેલ સામે આવી છે.
Decision news ને મળેલી વિગતો મુજબ પ્રકૃતિ વિલીન પ્રવિણભાઈ ચંદુભાઈ પટેલ તેઓ નવયુગ સાયન્સ કોલેજમાં સુરત ખાતે અધ્યાપક તરીકે ફરજ બજાવતા હતા, છતાં પરિવાર સાથે એકદમ સાદગી ભર્યું જીવન જીવતા તેઓ પ્રકૃતિ પ્રેમી હતા તેઓએ પોતાના ગામમાં અને જંગલ વિસ્તાર જેવા કે વાંસદા, વઘઇ અને આહવા અને બીજા રાજ્યમાં પણ જઈ અનેક પક્ષીઓના ફોટોગ્રાફી કરતા હતા અને વાંસ અને લાકડાઓ માંથી વેસ્ટમાંથી બેસ્ટ કોતરણી કરીને પક્ષી, પ્રાણી બનાવવાનો ખુબ શોખીન હતા.
પ્રવીણભાઈ શારીરિક બીમારીથી થોડા સમયથી બીમાર હતા અને સુરત ખાતે સારવાર ચાલી રહી હતી ત્યારે ગતરોજ તેઓ ટૂંકી માંદગીબાદ પ્રકૃતિ વિલીન થયા હતા ત્યારે પિતાની છત્રછાયા ગુમાવનાર બંને દીકરીઓએ જ પિતાના દેહને આગ આપી હતી. સર્વે કુટુંબીજનો, ગામજનો, મિત્રમંડળ, અધ્યાપક સ્ટાફએ પરિવાર પર આવી પડેલ દુઃખમાં ભાગીદાર બનીમાં પ્રકૃતિને પ્રાર્થના કરી કે પ્રવિણભાઈના આત્માને પ્રકૃતિ એમના ખોળામાં સમાવી લે. આમ પિતાને આગ આપવી એ દીકરા દીકરી એક સમાનની ભાવના આદિવાસી સમાજમાં એક પૂરવાર કરતુ આ એક ઉદાહરણ છે.

