આજરોજ પોતાના સોસિયલ મીડિયા મારફતે રોમેલ સુતરિયા એ હાર્દિક પટેલ સામે કરેલ ફરિયાદ બાબતે નું પેપર કટીંગ જાહેર કરતા જાણીતા કર્મશીલ રોમેલ સુતરિયા દ્રારા એક લખાણ શેયર કરવામાં આવ્યું હતું તેઓએ લખાણ લખ્યું હતું કે આ 2015 ની ઘટના છે. જ્યારે ઘણા લાડ લડાવતા હતા ત્યારે પણ આપણી સમજ સ્પષ્ટ હતી , કોઈના થી મોટા નથી બનવું પણ ગમેતેવા ચમરબંધી ની આંખમાં આંખ નાખીને ડો. બાબા સાહેબ આંબેડકરની સમજ મુજબ સમાનતાના મુલ્ય સાથે વાત કરવાની ક્ષમતા ધરાવીએ છીએ.
ત્યારે પણ હું સ્પષ્ટ હતો પરિણામ આપણી સામે છે. કોઇ પણ સામાજીક આગેવાન રાજકીય ખેસ પહેરે પછી સામાજીક , ધાર્મિક , જાતિગત નેતા રહેતો નથી તે રાજકીય નેતા જ હોય છે જેને પોતાને અને પોતાના પક્ષના હિતની જ ચિંતા હોય છે. તમારી આસપાસ જો કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયા પછી સામાજીક હોવાનો ડોળ કરતા આગેવાનો ને તમે જુઓ છો , ઓળખો છો તો સમજી લેજો ( Ye Wrong Number Hai : PK movie style માં ) ये रोन्ग नंबर है આટલી સરળ વાત સમજવાની જરૂર છે.
તમારી આજુબાજુ ના Wrong Number ને ઓળખો કોણ કોણ છે જે રાજકીય પક્ષો માં રહ્યા પછી સામાજીક , ધાર્મિક , જાતિગત નેતા બની રહેવા મથતા હોય છે? શોધો શોધો હું રાજકીય પક્ષમાં જોડાયા પછી સમાજ , ધર્મ , જાતિ ના નામે રાજકારણ કરું તો મને પણ Wrong Number કહેજો. આ Wrong Number ના કારણે જ 156 છે.
આ વાત ખોટી લાગે તો 2015 ની જેમ તમે પણ લાડ લડાવતા રહેજો બાકી ઈતિહાસ મને સાચો સાબિત કરતો રહેશે.
આ બાબતે તેમનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે નવા યુવાનોનું નેત્રુત્વ બહાર લાવવા જુના Wrong number ને સાફ કરવા જરૂરી છે આપણે સહુ સાચી સમજ કેળવીએ તે જ હેતુએ આ લખાણ લખ્યું છે જેને લાગે તેમના માટે લખ્યું છે તો તેઓ સાચા હશે કારણ જે વિસ્તારમાં અમે કામ કરીએ છીએ તે વિસ્તારના ઘણા Wrong Number અમારા જેવા ઘણાનો વિરોધ કરતા રહે તેમાં જ તો તેમનું હિત સમાયેલું હોય છે. પ્રજા હિતમાં આપણે સહુ કામ કરતા રહીએ તે જ આપણી ફરજ છે.
સમગ્ર પોસ્ટ જાહેર થયા બાદ રાજકીય આગેવાનો માં કાપો તો લોહી ના નીકળે જેવી હાલત નો ઘાટ સર્જાયો છે , હવે જોવાનું તે રહે છે કે પ્રજા કોને કોને Wrong Number નો ખિતાબ આપે છે.

