કપરાડા:  આજરોજ વહેલી સવારે કપરાડા તાલુકાના આસલોણા ગામમાંથી વહેતી દમણગંગાના નદીના ચેકડેમ પરથી પસાર થઇ રહેલાં 3 વ્યક્તિઓ અચાનક પાણી પડી જતા નદીના પ્રવાહમાં તણાય ગયા હતા જેમાંથી એક નો બચાવ, એક લાપતા અને એક મૃત્યુ થયાની ઘટના સામે આવી છે.

Decision News ને મળેલી માહિતી મુજબ કપરાડાના આસલોણા ગામના 50 વર્ષીય અમૃતભાઈ લક્ષમણ ભાઇ ધનગર, અને અમૂલભાઈ આબાદાશ ચિખલે, જગદીશ અમ્રતભાઈ ધનગરા નામના બે 11 વર્ષના બાળકો વહેલી સવારે દમણગંગા નદીના ચેકડેમ પરથી પસાર થતા હતા ત્યારે અચાનક નદીમાં વહેણ આવી જતા તેઓ તણાય ગયા હતા. જેમાં જગદીશ અમ્રતભાઈ ધનગરા નામનું બાળક પાણીના પ્રવાહમાંથી તરીને બહાર નીકળી ગયો હતો જયારે 24 કલાક બાદ બાળક અમૂલભાઈ આબાદાશ ચિખલેની લાશ મળી આવી છે. પરંતુ અમૃતભાઈ હજુ મળી આવ્યા નથી.

આ ઘટનાની જાણ થતા જ ગ્રામજનોએ દમણગંગા નદીમાં શોધખોળ આદરી હતી પણ સફળતા મળી ન હતી બાદમાં કપરાડા પોલીસ અને ફાયરબ્રિગેડ ધરમપુર જાણ કરવામાં આવી અને પાણીના પ્રવાહમાં તણાય ગયેલા લોકોની શોધખોળની ગતિવિધિ કરી હતી.