ઉત્તરપ્રદેશ: આ વીડિયો ઉત્તરપ્રદેશના કૌશાંબીના હરરાયપુરનો છે, જ્યાં માથાભારે જાતિવાદી તત્વોએ એક જ દલિત પરિવારના વૃદ્ધ પિતા, દીકરી અને જમાઈ એમ ત્રણ લોકોની ગોળી મારીને હત્યા કરી નાખી છે જેને લઈને ઉશ્કેરાયેલા ગામના લોકોએ હત્યારાઓનું ઘર સળગાવી દીધું છે. હાલમાં ગામમાં ભારે તંગદિલીનો માહોલ છે.

જુઓ વિડીયો..

Decision News ને મળતી વિગતો પ્રમાણે ઠાકુર જાતિના માથાભારે તત્વો દલિત પરિવાર પાસેથી મોકાની જમીન પડાવી લેવા લાંબા સમયથી તેમને ધમકી આપતા હતા. જો કે દલિત પરિવારે મચક ન આપતા તેમની હત્યા કરી દેવામાં આવી. યુપીમાં અને ગુજરાતના ગામડાઓમાં દલિતોની સ્થિતિ સરખી છે. માથાભારે તત્વોને પોલીસનો ડર નથી, દલિતોની કાયદેસરની રીતે હત્યા કરી દેવામાં આવટી હોય છે. દલિતોની કાયદેસરની જમીનો પચાવી પાડવા માટે આ લોકો હત્યા કરવા સુધી જાય છે પણ સરકાર કે પોલીસ આવા તત્વોને નાથવા માટે કોઈ નક્કર પગલાં લેતી નથી. જેથી તેમની હિંમત ખુલે છે. ગુજરાતના સુરેન્દ્રનગરના સમઢિયાળામાં પણ કંઈક આવો જ મામલો હતો. જેમાં પીડિતોએ ધમકી બાદ પોલીસ રક્ષણ માંગ્યું હતું છતાં મળ્યું નહોતું અને આખરે તેમની હત્યા થઈ હતી.

નોંધ: સોશ્યલ મીડિયા પર વાયરલ વિડીયો છે. Decision News આ વિડીયોની સત્યતા વિશેની પુષ્ટિ કરતુ નથી.

Bookmark Now (0)