પારડી: ગતરોજ સાંજે પારડી તાલુકાના રોહીણાં ગામમાં 70 થી વધારે આદિવાસી ભાઈઓ જે દુકાનો ચલાવી પોતાની આજીવિકા જીવતા હતા એમની દુકાનો JCB લાવી તોડી નાખવામાં આવી અને વહીવટીતંત્ર દ્વારા માનસિક હેરાન કરવામાં આવતા બાબતે આદિવાસી દુકાનદાર સાથે ચર્ચા કરવામાં આવી હતી
Decision News ને મળેલી માહિતી મુજબ સ્થાનિક દુકાનદારો જણાવે છે કે દમંણગંગા નહેર પેટા વિભાગ ન.11 દ્વારા દુકાનો ખાલી કરવા બાબતે નોટિસ આપવામાં આવે છે અને કહેવામાં આવે છે કે ન ખાલી કરશો તો દુકાનો JCB લાવીને તોડી નાખીશું એમ જણાવવા આવ્યું હતું
કલ્પેશ પટેલ જણાવે છે કે આ દુકાનદારો મહેનત કરીને ફક્ત પોતાની આજીવિકા જીવતા હોય છે ત્યારે શું આ દુકાનદારો આદિવાસીઓ છે એટલે એમને હેરાન કરી માનસિક ત્રાસ આપવામાં આવે છે ? તમારે કબજો જ ખાલી કરાવવો હોય તો પારડી વિસ્તારમાં ઘણી જગ્યા પર દબાણો છે ત્યાં ખાલી કરાવો. અને અમારી તમને ચેતવણી છે કે એક પણ દુકાનને નુકશાન થયું તો આખો આદિવાસી સમાજ એમની પડખે ઉભી રહી જશે અને જે વાતાવરણ ડોહળાશે તો એની જવાબદારી તમારી રેહશે.











