ડેડીયાપાડા: નર્મદા જિલ્લામાં ડેડીયાપાડા તાલુકાના કાબરી પઠાર ગામમાં 8 વર્ષની બાળકી પર ગામના એક નરાધમે પોતાની હવસ સંતોષવા બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં ની સાથે જ ચકચાર મચી જવા પામી હતી.
Decision News ને મળેલી જાણકારી મુજબ કાબરી પઠાર ગામમાં 8 વર્ષની બાળકી ઘરે રમી રહી હતી તે સમય દરમિયાન બાળકી જબરજસ્તી કાચા બાથરૂમમાં ખેંચી જઈ માસુમ બાળકી સાથે બળાત્કારનું કૃત્ય આચર્યું હતું. જેને લઈને બાળકી ધુસ્કે ધુસ્કે રડવા લાગી અને આ વાત પોતાના માતા-પિતાને કરતા માં-બાપે દેડીયાપાડા પોલીસ મથકે આ મુદ્દે ફરિયાદ નોંધાવી છે,
બાળકીને તેમના પર થયેલી જબરજસ્તી વિષે પુછવામાં આવતા બાળકીએ હવસખોરનું નામ જાહેર કરતા ગામ લોકોના હોશ ઉડી ગયા હતા બાળકીના માતાએ પોલીસ ફરિયાદ નોંધવતા પોલીસે આરોપી વિરુદ્ધ દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

