વાંસદા: નવસારી જિલ્લાના વાંસદા તાલુકામા આવેલ સરા ગામમાં આદિવાસી સમાજના લોકોની વર્ષો જૂની આસ્થાના સ્થળ તોરણીયા ડુંગર પર શીતલભાઈ રવજીભાઈ પટેલે ટ્રેકિંગ કરાવી અને પ્રવાસીઓ સાથે વૃક્ષારોપણની પ્રવૃત્તિ કરી હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ ટ્રેકિંગ બાદ શીતલભાઈ દ્વારા પ્રવાસીઓને તોરણીયા ડુંગર પર આવેલી રહસ્યમય ગુફા, સ્થાનિક મંદિરો વિશે પણ માહિતી આપી અને આદિવાસી સમાજની વિવિધ પરંપરાઓ વિશે જાણકારી આપી હતી. એમણે સ્થાનિક લોકોને રોજગારી મળી રહે તે હેતુથી પ્રવાસીઓને સ્થાનિક આદિવાસી ભોજનનો સ્વાદ ચખાડયો હતો.
ધીમે ધીમે વાંસદા તાલુકાના આદિવાસી વિસ્તારોમાં હવે પર્યટકોની સંખ્યા વધી રહી છે ત્યારે વર્તમાનમાં યોજાયેલ પ્રવાસીઓની આ ટ્રેકિંગમાં શીતલભાઈ સાથે એમની ટીમના સભ્યો તનિષા ,સાવન, જીગ્નેશ, તેજસ, સાહીલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.











