આણંદ: કલેક્ટર તરીકે ફરજ બજાવતાં ડી.એસ.ગઢવીને એક મહિલા કર્મચારી સાથે રંગરેલિયા મનાવતા હોવાનો વિવાદાસ્પદ વિડીયો સોશિયલ મિડીયામાં 10 જાન્યુઆરી 2023 ના રોજ વાયરલ થતાં રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે તેમને સસ્પેન્ડ કર્યાનું સામે આવ્યું છે.

જુઓ વિડીયો..

સોશિયલ મિડીયામાં વાયરલ થયેલા ૩.૩૦ મિનિટના વિડીયોમાં દેખાય રહ્યું છે કે કલેક્ટર કચેરીમાં એક ગ્રીન પંજાબી ડ્રેસમાં સજ્જ મહિલા આવે છે. મહિલાને જોતાં જ કલેક્ટર ગઢવી તેની સાથે છાનગપતિયા કરે છે. થોડીક ક્ષણો વિતાવી કલેક્ટર જાણે કર્મચારી સાથે સામાન્ય વાત કરતાં હોય તેવો ડોળ કરે છે.જોકે, કલેક્ટર અને સહ મહિલા કર્મચારી શું વાતચીત કરે છે તે વિડીયોમાં સંભળાતુ નથી. કઇંક બન્યુ નથી તેમ ગણતરીની મિનિટોમાં જ મહિલા કલેક્ટર ઓફિસમાંથી જતી રહે છે.આ વાંધાનજક વિડીયો કારણે રાજ્ય સરકારે કલેક્ટર બી.એસ.ગઢવીને સસ્પેન્ડ કરી દીધો છે.

આ વિડીયોની પુષ્ટિ Decision News કરતુ નથી.