ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાના મોટીઢોલ ડુંગરી ગામે પ્રાથમિક શાળામાં SMC સભ્યોની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ દિવસ તાલીમમાં SMCના તમામ સભ્યશ્રીઓ અને શિક્ષક મિત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
Decision News ને મળેલી જાણકારી મુજબ આ બેઠકમાં SMCના અધ્યક્ષ અનિલ પવાર શિક્ષણ વિદના પ્રદીપભાઈ અને SMCના સભ્યશ્રીઓ અશોક પટેલ, કૌશિક પટેલ, સ્મિતા પટેલ, અનિષા પટેલ, ફાલ્ગુની પટેલ, હરિલાલ પટેલ, અરવિંદ પટેલ, અનિલ પટેલ દ્વારા શાળાના આચાર્ય અને શિક્ષક મિત્રોને SMC દ્વારા સુચન કરવામાં આવ્યું કે શાળામાં અપાતું મધ્યાહન ભોજન જે સ્કૂલમાં જ બનવવામાં આવે છે તેનું મેનું પ્રમાણે બાળકોને મળવું જોઈએ, અને શાળાના બાળકોને રેગ્યુલર ઘરે લેસન આપવું અને એમાં વાલીની સહી હોવી જોઈએની વાત કરવામાં આવી હતી.
આ ઉપરાંત આજે શાળાનું જૂનું મકાન રીપેર કરી અને લાઈબ્રેરી બનવવી જોઈએનું સૂચન કરવામાં આવ્યું અને આ બાબતે શાળાના શિક્ષક મિત્રો દ્વારા સહકાર આપવાની વાત કરી હતી.











