વાપી: થોડા દિવસ પહેલા તોડબાજ પત્રકારોનો કિસ્સો સામે આવ્યો હતો તે હવે પોલીસ ધરપકડ અને જેલના સળિયા પાછળ ધકેલાય જવાની બીકે કોર્ટના શરણે થઇ આગોતરા જામીન માટે કોશિશ કરી રહ્યા હતા પણ ગતરોજ કોર્ટે તેમની અરજી ફગાવી દીધાની માહિતી મળી છે.
ઉલ્લેખનીય છે કે આ તોડબાજ પત્રકારો સામે બલીઠા સ્થિત સ્પાના સંચાલકે અને ઉમરગામ તાલુકાના ફણસામાં ક્લિનિક ચલાવતા તબીબે ફરિયાદ નોંધાવી હતી ત્યાર બાદ પોલીસે ગુનો નોંધીને આ આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી હતી પણ આ ત્રણેય આરોપીઓ વાપીમાંથી ફોન બંધ કરી ઘરથી ફરાર થઇ ગયા હતા.
થોડા સમય બાદ આ આરોપીની ત્રિપુટીએ પોલીસ ધરપકડથી બચવા વાપી કોર્ટમાં આગોતરા માટે અરજી કરી હતી. પણ એવું જાણવા મળ્યું છે કે કોર્ટે ખંડણી કેસના આ ત્રણેય આરોપીની જામીન અરજી ફગાવી દેવાનો હુકમ આપ્યો છે. અને બીજી સુનવણી માટે 24મી જુલાઇએ થનાર છે ત્યારે આવનાર સમય જ બતાવશે કે આરોપીઓને આગોતરા જામીન મળે છે કે આ તોડબાજો જેલના સળિયા ગણે છે.