ધરમપુર: વર્તમાનમાં ધરમપુર તાલુકાના પ્રવાસન સ્થળ, ધોધ અને કુદરતી સૌંદર્યને જોવા અને માણવા આવતા હજારો લોકોને ખાવા-પીવા અને અન્ય સુવિધાઓ માટે લાવતાં પ્લાસ્ટિક ગમે ત્યાં ન ફેંકવા જાય છે એને લઈને જાણીતા યુવા ગાંધીયન અને પ્રકૃતિ પ્રેમી નિલમભાઈ પટેલની અપીલ કરી છે.
હાલમાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં કુદરતની નજીક રહ્યા હોવાનો અનેરો અહેસાસ થાય છે. વરસાદી માહોલમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે. નદી-ઝરણા, ધોધ વહેવા લાગે છે. જાણે કે ધરતી પર જ સ્વર્ગ જેવી લાગણી અનુભવાય છે. આ ઋતુ છે જેમાં ક્યાંક હિલ સ્ટેશન કે પહાડો પર જવાની પણ કંઇક અલગ જ મજા હોય છે, ત્યારે ગુજરાતમાં વરસાદ પડતા વલસાડ જિલ્લાના ધરમપુરમાં કંઇક અલગ જ નજારો જોવા મળી રહ્યો છે ત્યારે એ માણવા ગુજરાતભરના હજારો પ્રવાસીઓ આવી રહ્યા છે પણ કુદરતી સૌંદર્યને માણવા આવતા લોકો, માત્ર મજા કરવા જ આવતા હોય છે અને પ્લાસ્ટીની થેલી, પાણીની બોટલ, ઠંડા પીણાની બોટલ જંગલ વિસ્તારમાં ગમે ત્યાં ફેંકી પ્રકૃતિને નુકશાન પહોંચાડે છે, જે પર્યાવરણ, પ્રાણી સૃષ્ટિ સાથે માણસો માટે પણ ખતરનાક છે.
આ જંગલમાં ગમે તેમ પ્લાસ્ટિક ઠેલીઓ ફેંકેલી જોઈને પ્રકૃતિ પ્રેમીએ ધરમપુર તાલુકાના પ્રવાસન સ્થળ સાથે કૂદરતી સંપદાને સ્વચ્છ રાખવા અને કચરો જંગલમાં ગમે ત્યાં ન ફેંકવા ધરમપુર તાલુકા પ્રવાસન સ્થળ સાથે કુદરતી સૌંદર્યને માણવા આવતા લોકોને અપીલ કરી છે, કુદરતી સૌંદર્યને માણવા આવતા જંગલમાં ગમે ત્યાં પ્લાસ્ટિક ન ફેંકવું, સાથે ફોરેસ્ટ વિભાગ અને સામાજિક સંસ્થાઓ દ્વારા જંગલ ઉછેર કરવા માટે પ્લાન્ટ ટેશન કરતા હોય છે, એ છોડને નુકસાન ન થાય એ માટે ધ્યાન રાખવું, આ કુદરતી સંપદાને જાળવી રાખવી એ આપણી સૌની જવાબદારી છે.











