નવસારી: આજરોજ નવસારી ખાતે UCC (યુનિફોર્મ સિવિલ કોર્ડ)ના વિરોધમાં માનનીય સદસ્ય સચિવ, રાષ્ટ્રીય વિધિ આયોગ, નવી દિલ્હી, ભારતને કલેક્ટર શ્રી નવસારી મારફત મહારૂઢી ગ્રામસભા નવસારીના નેજા હેઠળ આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી છે .

Decision News ને મળેલી જાણકારી પ્રમાણે UCC બાબતે કલેક્ટરશ્રી સાથે વિસ્તૃત ચર્ચા કરી રજુઆત કરવાંમાં આવી હતી. જેમાં વાંસદા અને ચીખલીના ધારાસભ્ય શ્રી અનંત પટેલ, મહરૂઢી ગ્રામસભાના અધ્યક્ષ રમેશભાઈ, કુકણાં સમાજ પ્રમુખશ્રી બાબુ કાકા, ડો.અનિલ પટેલ, ભારતમાલા સઘર્ષ સમિતિ પ્રમુખશ્રી પ્રેગ્નેશ ભાઈ, રૂઢિ ગ્રામ સભા મંત્રી શ્રી કૌશિક ભાઈ, રૂપવેલ સરપંચશ્રી નિટેશ ભાઈ, નિલેશભાઈ ભાઈ કાકડવેરી, મગનકાકા, નટુભાઈ, કૌશિક ભાઈ અને આદિવાસી સમાજના હિતેચ્છુઓ હાજાર રહ્યા હતા.

વર્તમાનમાં આદિવાસી લોકોની વસ્તી ધરાવતા દેશના વિવિધ રાજ્યોમાં અને ગુજરાતના વિવિધ જિલ્લાના આદિવાસી લોકો UCC સમાન સિવિલ કોડ ને લઈને મૌખિક અને લેખિત વિરોધ કરી રહ્યા છે અને આવનારા સમયમાં જો સરકાર જિદ્દે ચઢી અને સમાન સિવિલ કોડનું અમલીકરણ કરવાની કોશિશ કરશે તો મોટા પ્રમાણમાં આદોલાનો શરુ થશે એવું આદિવાસી આગેવાનો કહી રહ્યા છે જે સ્થિતિ સરકારને સંભળાવી કદાચ મુશ્કેલ બનશે.