સાગબારા:  ‘તું મને ગમતી નથી અને તારી સાથે હવે હું બીજી પત્નીને પણ રાખીશ’ તેમ કહેતાં દેવમોગરામાં પ્રેમ લગ્ન કરી જીવન વિતાવતી દક્ષા નામની યુવતિએ ઝેરી દવા પી લીધી અને તેનું સારવાર દરમિયાન મોત થયાની ઘટના સામે આવી છે.

Decision News ને મળેલી માહિતી મુજબ છોટા ઉદેપુરની દક્ષા નામની યુવતીએ સાગબારાના દેવમોગરા ખાતે રહેતા અજીત રાઠવા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. દક્ષા વડોદરાની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી હતી. અને અજીત વન ખાતાનો કર્મચારી છે. પ્રેમ લગ્નને લઈને સમાજના રીત-રીવાજ મુજબ દાવો ભાંગવાનો બાકી હતો. તેને લઈને બંને વચ્ચે ઝઘડાઓ ચાલ્યા કરતો હતો ત્યારે અજીતે કહ્યું, ‘તું મને ગમતી નથી અને તારી સાથે હવે હું બીજી પત્નીને પણ રાખીશ’ તેમ કહેતાં દક્ષાએ ઝેરી દવા પી લીધી હતી. તેનું સારવાર દરમિયાન રાજપીપળાની સિવિલમાં જ મૃત્યુ થઈ ગયું હતું.

પોલીસે હાલમાં દક્ષાના આપઘાતને લઈને પતિ અજીત વિરૂદ્ધ આત્મહત્યાની દુપ્રેરણા આપવાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.