વાંસદા: વર્તમાનમાં ગરીબ માટે કાયદા અને રાજકીય પાર્ટી કે અધિકારીઓ સાથે વગ ધરાવતા લોકો માટે કાયદા જેવી કોઈ વસ્તુ નથી એમ સ્પષ્ટ ચિત્ર હવે વાંસદા તાલુકાના ગાંધીનગર ફળિયામાં પણ જોવા મળી રહ્યું હોવાના દ્રશ્યો વાયરલ થયા છે.
Decision News ને મળેલી માહિતી મુજબ વાંસદા તાલુકામાં રસ્તા પર પોતાનું પેટીયું રળતાં લારી ગલ્લાવાળનું દબાણ હટાવવામાં પોતાનું કૌવત બતાવતી વાંસદા ગ્રામ પંચાયત સભ્યએ પોતાની વગ ઓળખાણ વાપરી રસ્તાની હદમા બોર કર્યો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.
ત્યારે આ બાબતને લઈને વાંસદાના ગ્રામજનો વાંસદા ગ્રામ પંચાયતના સરપંચ અને તેની સમિતિને સવાલ કરી રહ્યા છે કે હવે વાંસદા ગ્રામપંચાયત કોઈ એક્શન લેવાના મુડમા કેમ નથી. શું પંચાયતની આ બાબતે આંખ આડાકાન કરી રહ્યું છે. શું લારી ગલ્લાવાળા જ દબાણ કરે છે રસ્તાની હદમાં બોર કરે એ દબાણ નથી ? લોકોના આ સવાલોનો વાંસદા ગ્રામ પંચાયત શું ફેસલો કરે છે એ જોવું રહ્યું.

