કપરાડા: ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા માર્ચ 2023 માં લેવાયેલી ધોરણ 10 ની બોર્ડની પરીક્ષાનું ગતરોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં કપરાડા તાલુકાના ભંડારકચ્છ ગામના રોનીતભાઇ જગદીશભાઈ ભોયા BAPS સ્વામિનારાયણ સ્કૂલ અબ્રામા – વલસાડમાં ધોરણ 10 માં 600 માંથી 545 ગુણ મેળવી 99.28 રેન્ક સાથે 90.83 ટકા મેળવી એ-1 ગ્રેડ મેળવી ભંડારકચ્છ ગામનું અને સમગ્ર તાલુકાનું ગોરવ વધાર્યું છે.

રોનિત ભોયા એ જણાવ્યું કે યોગ્ય રીતે ટાઇમ પ્રમાણેનું વાંચન કર્યું હતું અને શિક્ષકોનું યોગ્ય અને ખૂબ સારું માર્ગદર્શન સાથે માતા-પિતાના આશીર્વાદ થી સફળ થયા હોવાનું જણાવ્યું હતું. જ્યારે એન.આર .રાઉત હાઇસ્કૂલ નાનાપોંઢામાં અભ્યાસ કરતા ત્રણ વિદ્યાર્થીઓના એ-1 ગ્રેડ આવ્યો હતો પાનસ ગામની દિયાબેન મુસ્તાકભાઈ પાવર જાહેર થયેલા ધોરણ 10 ના પરિણામ માં 600 માંથી 545 ગુણ મેળવી 99.28 રેન્ક સાથે 90.83 ટકા સાથે એ -1 ગ્રેડ પ્રશાંત હરીશભાઈ પટેલ 99.50 રેન્ક સાથે શાળામાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો. જ્યારે હેત્વીકુમારી મનોજભાઈ 99.28 રેન્ક સાથે એ-1 મેળવી ત્રીજા ક્રમે રહી હતી. આ ઉપરાંત કન્યા સાક્ષરતા નિવાસી શાળા સુથારપાડાની વિદ્યાર્થિની જયમાલાબેન લક્ષુભાઈ ગાયકવાડ 91.66 ટકા મેળવી એ -1 મેળવ્યો હતો.

આમ કપરાડા તાલુકામાથી પાંચ જેટલા વિદ્યાર્થીઓ એ એ -1 ગ્રેડ મેળવ્યો એ એક ગૌરવની બાબત છે. આ વિદ્યાર્થીઓએ શાળાનું અને ગામનું નામ રોશન કર્યું છે. દિયા પાવર અને હેત્વી એ એ-1 ગ્રેડ મેળવી કપરાડા તાલુકાની કન્યાઓને પ્રેરણારૂપ બની છે. ધોરણ 10 માં એ-1 ગ્રેડ મેળવનરા પાંચે વિદ્યાર્થીઓએ આદિવાસીનું ગોરવ વધારનારા તારલાઓને સમગ્ર કપરાડા તાલુકામાં અભિનંદનની વર્ષા થઈ હતી. આ તારલાઓએ સૌનો આભાર વ્યક્ત કરી આગળ વધવા માટે આશીર્વાદ માંગ્યા હતા.