મહુવા: વસરાઈ ગામમાં દિશા ફાઉન્ડેશન દ્વારા યોજાયેલા સામાજિક કાર્યક્રમમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે મહુવાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા હાજર રહ્યા હતા જેમાં આદિવાસી સમાજની શાન ગણાતું ફાળિયું અને ભાજપની કેસરી ટોપીનો વિવાદ થતા વાતાવરણ તંગ બન્યું છે.
Decision news ને મળેલી માહિતી મુજબ વસરાઈમાં દિશા ફાઉન્ડેશનનો એક સામજિક સાંસ્કૃતિક કાર્યક્રમ રવિવારે સાંજે રાખવામાં આવ્યો હતો. જે કાર્યક્રમમાં ધોડિયા સમાજના મહુવાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા, અને વાંસદાના ધારાસભ્ય અનંતભાઈ પટેલ સહિત અનેક રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા. જેમાં બંને ધારાસભ્યએ વક્તવ્ય આપ્યા હતા. જેમાં વાંસદા ધારાસભ્ય અનંત પટેલે કહ્યું કે સમાજમા રાજકારણ નહિ આવવું જોઈએ, અને સમાજ હોય કે રાજકારણ સર્વે માટે સમાજ કારણ હોવું જોઈએ. એવી વાત કરી હતી. મોહનભાઈ ટોપી પહેરીને આવ્યા પરંતુ હું અનંત પટેલ આદિવાસી સમાજનું ફાળિયું બાંધી આવ્યો છે. દિશા ફાઉન્ડેશનને દિશા બતાવવાની જરૂર નથી. મોહનભાઈ તમને દિશા બતાવવાની જરૂર છે. અમે કોઈ દિવસ કેસરી ટોપી પહેરવાના નથી, અમે ફક્ત ફાળિયું જ પહેરવાના છીએ, ફાળિયા જોડે મરીશું અને તેનું કફન બનાવી ઓઢી લઈશું. હું મારા સમાજને આગળ વધારવાની કોશિશ કરીશ, ક્યારેય પણ કોઈથી ડરવાનો નથી અને સમાજને ડરાવનારાઓને છોડવાનો નથી.
આ નિવેદનથી મહુવાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાના સમર્થકોએ અમારા MALને અપમાનિત કર્યા હોવાના આક્ષેપ કર્યો હોવાનું જણાવી અનંતભાઈ પટેલનો વિરોધ કર્યો અને માફી માગવા કહ્યું હતું પણ અનંત પટેલ માફી માંગવાનો સ્પષ્ટ ઇનકાર કરી દેતા કરતા વાતાવરણ ગરમાયું હતું.











