ગરુડેશ્વર: ગતરોજ ગરુડેશ્વર તાલુકામાં આદિવાસી જિલ્લા-નર્મદામાં ઐતિહાસિક સાહસ સમાન આયોજીત આદિવાસી પરિવારોનું પ્રથમ સમૂહલગ્ન, આદિવાસી જન-નાયક બિરસામુંડા પ્રતિમા અનાવરણ સાથે પ્રાકૃતિક રૂપરેખાનું પણ દર્શન કરાવી આદિવાસી દેશી-પરંપરા, ઢોલ-નગારા તેમજ આદિવાસી નૃત્ય મુજબ ૫ જોડાઓ પૈકી ૨ જોડાઓ પૂજારાવીધીથી લગ્ન ગ્રંથીએ જોડાયાં.

આ પ્રસંગે નવ દંપતીને આશીર્વાદ આપવા માટે સમસ્ત તડવી પરિવાર, નર્મદાના આયોજકો દ્વારા આ સમુહ લગ્નમાં તાલુકાના મોટેભાગે તમામ શિક્ષકશ્રીઓ , તલાટી મિત્રો, સરપંચશ્રીઓ ,દાતાશ્રીઓ, વકીલમિત્રો સાથે ૫૦૦૦ થી વધુ મહેમાનો જોડાયાં હતા જેમાં મુખ્ય મહેમાન તરીકે વડોદરા, સંખેડા, છોટાઉદેપુર, સાગબારાનાં સામાજીક કાર્યકરો ઉપરાંત શબ્દશરણ તડવી, દિનેશભાઈ તડવી, ભારતીબેન તડવી, પી.ડી.વસાવા, અર્જુનભાઈ રાઠવા, રાધિકાબેન રાઠવા, દેડીયાપાડા M.L.A શ્રી ચૈતરભાઇ વસાવા અન્ય તમામ રાજકીય આગેવાનો એ રૂબરૂ આવી શુભેચ્છાઓ પાઠવી હતી.

આમ આ સમૂહ લગ્ન જે તમામ દાતાશ્રીઓ સહકારથી નવદંપતીઓને સમાજમાં થઈ રહેલા ખોટા ખર્ચાઓથી બચી પ્રભુતાના પગલાં પાડયાં છે. આયોજકમાં 1.આશિષકુમાર કંચનભાઈ તડવી 2.મેહુલભાઈ નારસિંગભાઈ તડવી 3.પ્રવિણભાઈ રમણભાઈ તડવી 4.બિપિનચંન્દ્ર સુમનભાઈ તડવી 5.હીતેશભાઈ મહેન્દ્રભાઈ તડવી 6.વિશ્વાબેન નરેન્દ્રભાઈ તડવી 7.શકુન્તલાબેન રવિન્દ્રભાઈ તડવી યુવરાજભાઈ 8.રામસિંગભાઈ તડવી 9.શૈલેષભાઈ ભગવાનભાઈ તડવી(શૈલેષ.મોબાઈલ) 10.અમિતકુમાર અંબાલાલ તડવી (ONGC) 11.રવિકુમાર બાબુભાઈ તડવી 12.અશ્વિનભાઈ મથુરભાઈ તડવી 13.મહેશભાઈ વિક્રમભાઈ તડવી (SOU) 14. કુલદીપકુમાર ચંપકલાલ તડવી 15.જશવંતભાઈ કિરતારભાઈ તડવી હોવાનું જાણવા મળ્યું છે.