ધરમપુર: મુખ્યમંત્રીશ્રી ગુજરાત રાજ્યને ધરમપુર તાલુકામાં કમોસમી વરસાદથી થયેલ પાક નુકશાનીના કૃષિ સહાય માંથી યોજનાનો લાભમાંથી વલસાડ જિલ્લાને બાકાત રાખવામાં આવ્યો હોય તે બાબતે પ્રાંત અધિકારી મારફત રજુઆત કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે જગતનો તાત ગણાતા ખેડૂતને દિવસ રાત,ટાઢ-તડકો જોયા મહેનત કરે છે ત્યારે વલસાડ જિલ્લામાં અને ધરમપુર તાલુકામાં થયેલ કમોસમી વરસાદથી ખેડૂતોને કેરીના પાકમાં મોટા પ્રમાણમાં નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. પ્રકૃતિ રુઠે અને માવઠું થાય તો ખેડૂતોને ખુબ જ મોટું નુકશાન ભોગવવું પડે છે, આવી પરિસ્થિતિમાં સરકાર જ ખેડૂતોને માવઠા થી થયેલ નુક્શાનીનું વળતર આપીને ખેડૂતોને ખોટના ખાડામાંથી બહાર લાવવાનું કામ કરવાનું હોય છે, પરંતુ સરકારે તાજેતરમાં જાહેર કરેલા કૃષિ સહાય પેકેજ અંતર્ગત રાજ્યના 13 જિલ્લાઓના 48 તાલુકાઓમાં અસરગ્રસ્ત ગામોના ખેડૂત ખાતેદારોને વાવેતર વિસ્તારના પ્રમાણમાં સહાય ચૂકવવાનું જાહેર કર્યું હતું પરંતુ એ યાદીમાં વલસાડ જિલ્લાને બાકાત રાખવામાં આવ્યો છે.

માટે આદિવાસી વિસ્તાર ધરાવતા વલસાડના ધરમપુર તાલુકામાં થયેલ પાકના નુકશાની કારણે ખેડૂતોને ઘણું આર્થિક નુકશાન સહન કરવું પડ્યું છે. જેથી ગ્રામ સેવકો દ્વારા ધરમપુર તાલુકામાં કરેલા પ્રાથમિક સર્વેના રિપોર્ટને મંજૂર રાખી વલસાડ જિલ્લાના અને ધરમપુર તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતોને કૃષિ સહાય પેકેજનો લાભ આપવામાં આવે એવી અપીલ છે.