સુરત: ટેકનોલોજી સાથે જ્ઞાન મેળવવા સુરત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં ઇ-લાઇબ્રેરી એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. અહી કામકાજ લઈને આવતાં વ્યક્તિઓ મોબાઈલમાં કયુઆર કોડ સ્કેન કરીને પુસ્તકો વાંચી શકે એવી વ્યવસ્થા ઉભી કરાઈ છે.

Decision News એ મેળવેલી જાણકારી મુજબ DEO કચેરીમાં મોટી પ્રમાણમાં લોકો કામગીરી માટે આવે છે ત્યારે લોકોને ઘણી વખત પોતાના કામને લઈને ઘણી રાહ પણ જોવી પડતી હોય છે આવા સમયે લોકોને જ્ઞાનમાં વધારો થઈ શકે એવા ઉદ્દેશ સાથે ઈ-લાયબ્રેરી બનાવવામાં આવી છે. ચેમ્બર પાસે જુદા-જુદા પુસ્તકોના કયુઆર કોડ લગાડવામાં આવ્યા છે. આ QR કોડ મોબાઈલમાં સ્કેન કરીને વ્યક્તિ પુસ્તકો વાંચી કરી શકાય એવી ગોઠવણ થઈ છે.

દિવ્યભાસ્કરના અહેવાલમાં છપાયા મુજબ સુરત જિલ્લા શિક્ષણાધિકારી દીપક દરજીએ જણાવ્યું હતું કે, ઘણા મુલાકાતીઓ કચેરી ખાતે આવે છે અને સમય પસાર કરે છે. આ જોતા મુલાકાતીઓનો સમય પણ પસાર થાય અને તેના જ્ઞાનમાં પણ વધારો થાય તે માટે દીવાલ પર ઉપયોગી એવી 63 જેટલી બુક્સના QR કોડ લગાવ્યા છે. દરેક વ્યક્તિ પાસે હવે મોબાઈલ ફોન હોય જ છે. જેથી વ્યક્તિ અહી આવે ત્યારે મોબાઈલમાં QR કોડ સ્કેન કરીને પોતાના જોડે આખી બુક્સ લઇ શકે છે અને વાંચી શકે છે. હી દીવાલ પર હાલમાં ચિંતા મુક્ત મન અને રોગ મુક્ત શરીર, જીવન જીવવાની કળા, આળસને અલવિદા કહો, મારી હક્કિત, ગુજરાતનો ઈતિહાસ, ગુજરાતની લોક સંસ્કૃતિ જેવા વિવિધ વિષયોની 63 પુસ્તકોના QR કોડ અહી લગાડવામાં આવ્યા છે. આગામી સમયમાં વધુ બુક્સના પણ QR લગાડવામાં આવશે. જેથી લોકોને વધુ જાણકારી અને માહિતી મળી રહે.

Bookmark Now (0)