ગુજરાત: રવિવારે લેવાયેલી તલાટી-કમ- મંત્રીની પરીક્ષાએ એસટી વિભાગના ‘અચ્છે દિન લાવી દીધા’ દીધા છે. મહેસાણામાં લગભગ 2 લાખથી વધુ ઉમેદવાર પરીક્ષા આપવાના કારણે શનિવાર અને રવિવારે એસટીને લગભગ 19 કરોડની આવક થઈ હતી.
એવું કહેવાઈ રહ્યું છે કે રવિવારે થયેલી 10 કરોડની આવક મહેસાણા એસટીના ઇતિહાસની સૌથી વધુ દૈનિક આવક હતી. રવિવારે એસટી વિભાગે 3650 વધારાની ટ્રીપ કરી હતી. આ ઉપરાંત દરેક જિલ્લામાં કંટ્રોલરૂમ પણ કાર્યરત કરવામાં આવ્યો હતો. એક અંદાજ મુજબ 2.19 લાખ પરીક્ષાર્થીએ એસટીની મુસાફરી કરી હતી. મહેસાણા ડિવિઝનમાં આવતા 12 ડેપોમાંથી 1 કરોડથી વધારે આવક થઈ હતી. આ 12 ડેપો પરથી 500 વધારાની ટ્રીપ એસટીએ મારી હતી.
તલાટીની પરીક્ષાના દિવસે વહેલી સવારથી મોડી રાત સુધી બસો દોડાવવામાં આવી હતી. મહેસાણા પછી પાલનપુર ડિવિઝનને અંદાજે 95 લાખ જ્યારે અમદાવાદ ડિવિઝનને 92 લાખથી વધુ આવક થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

