સેલવાસ: ગતરોજ પ્રેસ કોન્ફ્રન્સ યોજી દ્વારા દાદરા નગર હવેલી આદિવાસી સમાજનાં સ્થાનિક યુવાઓ દ્વારા તારપા મહોત્સવ -2023 નો ઉત્સવ 21 મેં 2023 નાં રવિવારનાં દિને ખાનવેલ ચૌડા ગ્રાઉન્ડ પર ઉજવવા માટે અધિકારિક રૂપે ઘોષણા કરવામાં આવી છે.
આ તારપા મહોત્સવ-2023નાં આયોજકો આદિવાસી કલા ઉત્સવ સમિતિ,આદિવાસી યુવા સમિતિ,ટ્રિબ્યૂટ ટ્રાયબલ ગૃપ અને સંકલ્પ ફાઉન્ડેશન તથા સ્થાનિક સમસ્ત આદિવાસી સમાજનાં સંયુકત સહયોગથી સાથે મળીને ઉજવણી કરી રહ્યા છે. આ કાર્યક્રમનાં આયોજકો જયેશભાઈ પાગી, બ્રિજેશભાઈ ભુસારા, હિરેનભાઈ પટેલ, મુકેશભાઈ પટેલ, જયેશભાઈ દાધવ, સુરેશભાઈ પવાર, અજયભાઈ ગાવિત, શંકરભાઈ ધાંગડા, દેવુભાઈ ભોયા, દેવજીભાઈ ભોયા, દિપકભાઈ ખૂલાત, કલ્પેશભાઈ ચૌધરી, દિલિપભાઈ દળવી, મહેશભાઈ પટેલ, નીતિનભાઈ રાઉત, શૈલેષભાઈ વરથા, રંજીતભાઈ ગરૂડાં વગેરે આદિવાસી સમાજનાં શિક્ષિત અને જાગૃત યુવાઓએ બીડુ ઉપાડ્યું છે.
તારપા મહોત્સવ-2023નાં ઉત્સવ માટે આદિવાસી સમાજ અને પ્રદેશવાસિયોંને જણાવવાનું કે અગાઉ આપણો તારપા મહોત્સવ- 2023તારીખ:- 07/05/2023નાં રોજ થનાર હતો, પણ આપણા આદિવાસી સમાજનાં મોટા ભાગનાં લોકો લગ્ન અને અન્ય સામાજિક કામમાં રોકાયેલ હોવાથી ઉત્સવનો લાભ સારી રીતે લઈ શકે તેવું નથી તેથી આપણા આદિવાસી સમાજનાં લોકોની અપીલથી અને મળી રહેલ ભરપુર જન સમર્થનનાં કારણે સમાજની લાગણીને માન આપી આપણી આયોજક સમિતિએ સામૂહિક નિર્ણય લઈ મહોત્સવ માટે નવી તારીખ 21-05-2023,રવિવારનાં દિને ખાનવેલ ચૌડા ગ્રાઉન્ડ મુકામે તારપા મહોત્સવ-2023નો ઉત્સવ ઉજવવાનું નકકી કર્યુ છે. જે પ્રેસ કોન્ફ્રસ દ્રારા અધિકારિક રીતે આ નવી તારીખ 21-05-2023ની ઘોષણા આદિવાસી યુવા સમિતિ આયોજક સમિતિ દ્વારા કરવામાં આવી છે.











