ચીખલી: ગતરોજ રાત્રીએ ચીખલીમાં થાલા કોલેજ સર્કલ નહેર પાસે ખૂંધ પોકડાના નિવૃત પોલીસ કોન્સ્ટેબલના પુત્ર ઉપર જીવલેણ હુમલો કરી નિર્મમ હત્યા કરાતા ચકચાર મચી જવા પામી છે. આ સમગ્ર બનાવને પગલે જિલ્લા પોલીસ વડા, ડીવાયએસપી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે ઘસી આવી તપાસ હાથ ધરી છે.
જુઓ વિડીયો..
Decision News ને મળેલી માહિતી મુજબ બે મોટર બાઈક પર આવેલા ત્રણ જેટલા અજાણ્યા શખ્સોએ માથાના પાછળના ભાગે હુમલો કર્યો હતો. ત્યારબાદ યુવાનને સારવાર અર્થે ચીખલીની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ખસેડાતા ફરજના પરના તબીબે મૃત જાહેર કર્યો છે. હત્યારાઓને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યો છે. પોલીસે ઘટના સ્થળેથી એક મોપેડ કબજે કર્યું હોવાનું જાણવા મળ્યું છે.
ત્રણ જેટલા હુમલાખોરો બે મોટર સાયકલ પર આવ્યા હતા. અને તે પૈકી એક સ્થળ પર મૂકી બીજી મોટર સાયકલ ઉપર ફરાર થઇ ગયા હતા. ખૂંધ-પોકડાના આ યુવાન ઉપર હુમલો કોણે અને કયા કારણોસર કરવામાં આવ્યો તે સહિત તમામ હકીકત પોલીસની તપાસ બાદ બહાર આવશે.

