પારડી: આજે સમગ્ર ગુજરાતમાં ધોરણ 12 સાયન્સનું પરિણામ આવતાંની સાથે જ વિદ્યાર્થીઓમાં કહી ખુશી કહી ગમ નું વાતાવરણ સર્જાયું હતું. પોતાના પાસ-નાપાસનો ડર દેખાય રહ્યો છે તેમ આજે પારડીમાં એક વિદ્યાર્થીનીએ પાર નદીમાં કુદીને આત્મહત્યા કર્યાની ઘટના સામે આવી છે. આ સમાચાર પ્રકાશિત થયા ત્યાં સુધીમાં વિદ્યાર્થીની ની ઓળખ થવા પામી નથી

જુઓ વિડીયો..

વલસાડ-નવસારી જિલ્લામાં ઓછું પરિણામ આવતાં વિદ્યાર્થીઓ નિરાશ થયા છે ત્યારે વિદ્યાર્થીનીની આ આપઘાતની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં હાલ ચકચાર મચી જવા પામી છે. હાલમાં આ ઘટનામાં પોલીસે લાશનો કબજો લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.