ભરૂચ: ગતરોજ 1:00 વાગ્યાની આસપાસ ભરૂચ તાલુકાના અસુરીયા ગામના બાબુભાઈ છોટુભાઈ વસાવા પરિવારમાં લગ્ન પ્રસંગની પત્રિકા લઈને કરજણ તાલુકામાં સગાઓને પત્રિકા વિતરણ કરવા જઈ રહ્યા હતા ત્યારે ડ્રમફરથી નિર્દય રીતના કચડી નાખવામાં આવ્યાની ઘટના સામે આવી છે.

આ ઘટના મુદ્દે આક્રોશમાં આવીને મનસુખ વસાવાએ કહ્યુ કે ગતરોજ ભરૂચ તાલુકાના નારેશ્વર પાસે શ્રી રંગ એન્ટરપ્રાઈઝ GJ-16-AY-9454 ડ્રમફરે લગ્નની પત્રિકા આપવા નીકળેલા અસુરીયા ગામના બાબુભાઈ છોટુભાઈ વસાવાને નિર્દય રીતના કચડી નાખ્યા હતા. ત્યારે હું રેત માફિયાઓને પૂછું છું કે હજુ તમે કેટલા ગરીબ પરિવારોની બલી લેશો ? જિલ્લા વહીવટી તંત્ર આવા માફિયાઓ સામે પગલાં લેવા તમારે કોની મંજૂરી લેવી પડશે ? તાત્કાલિક પગલાં લો નહી તો ગુરુવારે હું નારેશ્વર પાસે ધરણા કરું છું.

લોકોનું કહેવું છે કે ભરુચ જિલ્લા વહીવટીતંત્ર એટલું બઘુ લુલુ-લંગડું-આંધળું-બહેરું અને ભ્રષ્ટાચારી બની ગયું છે કે તે ગરીબ લોકોની કોઈપણ ફરિયાદને સહેજપણ ગણકારતા નથી. વહીવટી અધિકારીઓ પર સાંસદ અને ઘારાસભ્યના પણ પોતાની હુકમ ચાલતા નથી.