વલસાડ: વલસાડના ભુસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાની તપાસ ટીમે દ્વારા 13મી એપ્રિલના રોજ વલસાડમાં સરોધી ને.હા.નં–48 અને કપરાડા તાલુકાના ચીભડકચ્છ ખાતેથી ગેરકાયદે રેતી ખનન અને વહન કરતા-6 ટ્રક અને બે-2 જેસીબી મશીન એમ કુલ આઠ-8 વાહનો મળી કુલ 70 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
Decision News ને મળેલી માહિતી મુજબ વલસાડમાં સરોધી ને.હા.નં–48 અને કપરાડા તાલુકાના ચીભડકચ્છ ખાતેથી ગેરકાયદે રેતી ખનન અને વહન કરતા-6 ટ્રક અને બે-2 જેસીબી મશીન એમ કુલ આઠ-8 વાહનો મળી કુલ 70 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયાનું જાણવા મળી રહ્યું છે
હાલમાં આ તમામ સાધનો દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસરના ખોદકામ અને વહન અંતર્ગત પ્રવર્તમાન નિયમોનુસર દંડકીય રકમની વસુલાતની કાર્યવાહી પ્રગતિમાં હોવાનું મદદનીશ ભુસ્તરશાસ્ત્રી, વલસાડે અખબારી યાદીમાં જાહેર કર્યું છે.

