ધરમપુર : રાજ્યમાં યુવાનોને રોજગારી ખુબજ પ્રમાણમાં જરૂરી બની રહી છે ત્યારે નવસારી જિલ્લા ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ ડો વિશાલ પટેલ દ્વારા એક અનોખી નવી સેવાકિય પ્રવૃત્તિ આગળ આવી રહી છે
વલસાડ જિલ્લાના ધરમપુર માં B.V.K ગ્રુપના ચેરમેન અને નવસારી જિલ્લા યુવા મોરચા ભાજપ ઉપપ્રમુખ ડો વિશાલ પટેલ ની એક નવી પહેલ કે આદિવાસી છોકરાઓ ભાઈઓ બેહનો માટે રાહત દરેના કોષે સક્સેસ કોમ્પ્યુટર ક્લાસીસ નું ઉદ્ઘાટન કર્યું હતું એમાં પધારેલ વાંસદા ડાંગી હોટલના માલિક ભુપેન્દ્ર પટેલ, વાંસદા તાલુકા પંચાયત શાસક પક્ષના નેતા બીપીન માહલા, બિઝનેસ ગ્રુપના ચેરમેન રાહુલ પટેલ, ધરમપુર તાલુકાના ભાજપ માજી મહામંત્રી મુકેશ માહલા, હનમતમાળ ગામના સરપંચ શ્રી વિજય માહલા, કપરાડા થી પધારેલ સામાજિક કાર્યકર રાજેશભાઈ રાવુત, સતીમાળ ગામના માજી સરપંચ શ્રી શિવલુભાઈ ગાવીત, ગમનભાઈ માહલા વગેરે આગેવાનોએ હાજરી આપી હતી કોમ્પ્યુટર ક્લાસ કરવા માટે 182 ભાઈઓ બેહનોએ એડમિશન લીધું હતું ડૉ વિશાલ પટેલ એ કહ્યું કે જીવન માં આગળ વધવા માટે કોમ્પ્યુટર શીખવું ખૂબ જરૂરી છે અને એની સાથે સાથે અંગ્રેજી પણ શીખવું જરૂરી છે તમારે ડરવાની જરૂર નથી ફી ભરવાના પૈસા ન હોય તો હું તમને મદદરૂપ થઈસ અને અમારું BVK ગ્રુપ તમારા સહયોગ માટે હંમેશા સાથે છે
ડો વિશાલ પટેલે વિશેષમાં જણાવ્યું હતું કે ટૂંક સમયમાં ધરમપુર કપરાડા તાલુકામાં કેરિયર રોજગાર મેળા નું આયોજન કરવા માટે ધરમપુર ના સર્કિટ હાઉસ ખાતે દરેક ગામના આગેવાનો સાથે ડોક્ટર વિશાલ પટેલે બેઠક પણ કરી હતી જેમાં વાપી દમણ સેલવાસ ની ઘણી બધી કંપનીઓ નોકરીઓ આપવા માટે હાજર રહેશે જેમાં બેરોજગારી યુવાનો યુવતીઓએ ભાગ લેવા આહવાન કર્યુ હતું

