વલસાડ : તિથલ રોડ ઉપર આવેલી આદર્શ સોસાયટીમાં આવેલ પરિવાર ઘરના ટેરેસ ઉપર બર્થડે પાર્ટીની આડમાં દારૂની મહેફિલ ચાલી રહી હોવાની બાતમી કંટ્રોલ રૂમ મારફતે સીટી પોલીસની ટીમને મળી હતી. સીટી પોલીસની ટીમે બર્થડે પાર્ટીની આડમાં ચાલતી દારૂની મહેફિલ ઉપર રેડ કરી 15ને વલસાડ સીટી પોલીસે દારૂની મહેફિલ માણતા ઝડપી પાડયા હતા.

જુઓ વિડીયો…

સીટી પોલીસે દારૂની મહેફિલ સાથે 4 કાર, 3 મોપેડ, 20 મોબાઈલ અને રોકડા રૂપિયા સહિત અંદાજે 25 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજર કરી સીટી પોલીસ મથકે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.