નાનાપોઢા: અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહા સંઘ તથા પ્રાથમિક શૈક્ષિક મહા સંઘ ગુજરાત પ્રાથમિક શૈક્ષિક મહા સંઘ કપરાડામાં નવા નિમાયેલ સંઘના હોદ્દેદારોએ 181 વિધાનસભા કપરાડા ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

આ દરમ્યાન તેઓએ કપરાડા પ્રા.શિક્ષક મહા સંઘની પુરી ટીમને શુભેચ્છા પાઠવી હતી. સાથે જણાવ્યું હતું કે દરેક પ્રશ્નોના નિવારણ માટે સહયોગ રહેશે અને સાથે મળીને કામ કરીશું તેમ સહકારની ભાવના સાથે શુભેચ્છા પાઠવી હતી. શિક્ષકોના પડતર પ્રશ્નો તેમજ વહીવટી કામમાં સુગમ અને સરળતા રહે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે કપરાડા પ્રાથમિક શૈક્ષિક મહા સંઘના હોદ્દેદારોએ ધારાસભ્યને ફૂલ ગુચ્છ, હોદ્દેદારોની યાદી, બંધારણ અને સરકારનો મંજૂરી લેટર આપી શુભેચ્છા પાઠવી હતી.

આ દરમ્યાન વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષક મહા સંઘના મહામંત્રી અજીતસિંહ એ. ઠાકોરની ઉપસ્થિતિમાં કપરાડા પ્રાથમિક શૈક્ષિક સંઘના નવા હોદ્દેદારો અધ્યક્ષ રામુભાઈ જે. પટેલ, મહામંત્રી બાબુભાઇ કે ચૌધરી, રાજય કારોબારી સભ્ય હરેશભાઇ એલ. પટેલ, વરિષ્ઠ ઉપાધ્યક્ષ સતિષભાઈ એમ. પટેલ, ઉપાધ્યક્ષ અશ્વિનભાઈ એન. પટેલ, સંગઠનમંત્રી ઉમેશભાઈ બી. પટેલ, કોષાધ્યક્ષ શીતલ એમ. પટેલ, કાર્યાધ્યક્ષ ગોવનભાઈ એમ. પટેલ, પ્રચાર મંત્રી અલકેશભાઈ બી. પટેલ, આંતરિક ઓડીનેટર કીર્તિભાઈ એમ. પટેલ, સહમંત્રી વિરસિંગ કે. ચાવડા, જેઓએ શુભેચ્છા મુલાકાત લીધી હતી.
આ દરમ્યાન ધારાસભ્યએ સાથે રહીને કાર્યકરવાની દક્ષતા દાખવી હતી.