જાંબુઘોડા: ગતરોજ ગુજરાત રાજ્ય સંઘની કારોબારી સભા આશ્રમશાળા નારૂકોટ તા. જાંબુઘોડા જી. પંચમહાલ મુકામે રાજ્ય સંઘના કાર્યકારી પ્રમુખશ્રી યોગેશભાઈ પટેલ મહામંત્રી રસિકભાઈ ચૌધરી તેમજ જિલ્લા ઘટક સંઘના તમામ પ્રમખ મંત્રીશ્રીઓ અને રાજ્ય કારોબારી સંઘના કારોબારીની હાજરીમાં બેઠક યોજવામાં આવી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ આ બેઠકમાં કર્મચારીઓના લાભો બાબતે ચર્ચા કરવામાં આવી જેમાં ૧. કર્મચારીઓનું ૭ માં પગારપંચનું એરિયર્સનો . સળંગ નોકરી. ૪૨૦૦ ગ્રેડ પે વગેરે લાભો બાબતે ઠરાવ કરવામાં આવ્યા. વડી કચેરી સાથેના લાંબા પરામર્શ છતાં કોઈ નિકાલના આવતા ૪૨૦૦ ગ્રેડ પે બાબતે કોર્ટ કેસ કરવાનું રાજ્ય સંઘના કારોબારી મા ઠરાવવામાં આવ્યું જેમાં કર્મચારીના નામ જોગ કોર્ટ કેસ કરવાનું નક્કી કરવામાં આવ્યું.

ગુજરાત રાજ્ય આશ્રમશાળા કર્મચારી સંઘ દ્વારા વધુમાં જણાવ્યું કે જેની આગામી રણનીતિ રાજ્ય કારોબારી ના પ્રતિનિધિઓ દ્વારા જે તે જિલ્લામાં જાણ કરી આયોજન કરવામાં આવશે.