નવસારી : દિલ્હીમાં સૈનિકો સાથે સતત થઈ રહેલા અન્યાય અને ભેદભાવના આક્ષેપોને લઈ ફેબ્રુઆરી 2023થી સતત ચાલી રહેલા અચોક્કસ મુદ્દતી પ્રદર્શન બાબતે આવેદન પત્ર પાઠવી સમર્થન જાહેર કરાયું. રાજ્ય માજી સૈનિક સેવા ફાઉન્ડેશન ના નેજા હેઠળ નવસારી જિલ્લા માજી સૈનિક સંગઠન પ્રમુખ હર્ષદ પટેલ સહિત જ્હોન પ્રમુખ શ્રી મુકેશભાઈ નવસારી જિલ્લા ઉપપ્રમુખ શ્રી ધર્મેશભાઈ નવસારી તાલુકા પ્રમુખ શ્રી ભરતભાઈ વાંસદા તાલુકા પ્રમુખશ્રી નમલાભાઇ ચીખલી તાલુકા પ્રમુખશ્રી મહેશભાઈ ગણદેવા પ્રતિનિધિ શ્રી જેસી પટેલ અને નવસારી ઉપપ્રમુખશ્રી પ્રમોદભાઈ સાથે
DECISION NEWS ને માહિતી મળેલ મુજબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સોમવારે નવસારી જિલ્લા કલેકટર અમિત યાદવને એક આવેદન સુપ્રત કરી સૈનિકો સાથે સતત ભેદભાવ અને અન્યાય જેવા મુદ્દે દિલ્હીમાં જંતરમંતર ખાતે લડત આપી ધરણાં કરી રહેલા માજી સૈનિકોને સમર્થન આપી પડખે ઉભા રહ્યા હતા અને કેન્દ્ર સરકાર વન રેંક વન પેન્શન માં વિસંગતતા, વિધવા પેન્શન, 7મું પે કમિશન, સર્વિસ પે, પેન્શન મેડલ, મિલિટરી સર્વિસ પે, ડીસેબીલીટી પેન્શન અને રિઝર્વ પેન્શન જેવી સૈનિકોની વિવિધ માંગણીઓ ને વહેલામાં વહેલી તકે પૂર્ણ કરે એવી વિનંતી કરવામાં આવી હતી.
નવસારી જિલ્લા પ્રમુખ, માજી સૈનિક સેવા ફાઉન્ડેશન(ગુજરાત) આગેવાનો અને સભ્યો આર્મી જવાન ના. હકક માટે લડી લેવાના મૂડમાં દેખાયા હતા સોમવારે નવસારી જિલ્લા કલેકટરને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું. કે દેશ આઝાદ થયો ત્યારથી સૈનિકો સાથે સતત ભેદભાવ અને અન્યાય થઈ રહ્યો છે કે ચાલુ જ છે. આ ભેદભાવ વિરૂદ્ધ માજી સૈનિકો વતી દિલ્હીમાં 20 ફેબ્રુઆરી 2023 થી ચાલી રહેલા અચોક્કસ મુદ્દતી વિરોધ પ્રદર્શનને અમારું સંપૂર્ણ સમર્થન છે. કેન્દ્ર સરકારશ્રી ને વિનંતી કરતા જણાવાયું હતું કે દેશના સૈનિકોની માંગણીઓ એકદમ વ્યાજબી છે જેને વહેલી તકે ધ્યાનમાં લેવામાં આવે, અન્યાય તમામ રાજ્યોના સંસદ ભવનને ઘેરવાનો કાર્યક્રમ કરવાની ચીમકી ઉચ્ચારાઈ હતી. જે બાદ સર્જનારી કોઈ પણ તંગ પરિસ્થિતિ ની જવાબદારી સરકારશ્રી ની રહેશે. કેન્દ્ર સરકારશ્રી વિવિધ મુદ્દાઓની માંગણીઓ પર ગંભીરતાથી ચર્ચા વિચારણા કરી મા ભોમ કાજે સદૈવ મારપીટવા તૈયાર રહેતા દેશના જવાનને યોગ્ય ન્યાય આપવામાં આવે એવો આશાવાદ ગુજરાત રાજ્ય માજી સંગઠનના અધ્યક્ષ જીતેન્દ્ર નિમાવત દ્વારા વ્યકત કરાયો હતો.