ખેરગામ: સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ પાસે પાણીખડક સર્કલ પર બસની રાહ જોતા શાળા-કોલેજના વિદ્યાર્થીઓ માટે આછવણી ગામના સરપંચ પાસે બાંકડા મુકવાની માંગણી કરવામાં આવતાં થોડા દિવસોમાં બાંકડા મુક્શેનું આશ્વાસન મળ્યું છે.

Decision News ને મળેલી માહિતી મુજબ પાણીખડક સર્કલ પાસે આવેલ સંસ્કાર વિદ્યામંદિર હાઈસ્કૂલના અને કોલેજના ખેરગામ જતાં વિદ્યાર્થીઓ અને મુસાફરોએ બાંકડા કે બસસ્ટેન્ડના અભાવે બસની રાહ જોતા ઘણો લાંબો સમય ઉભા રહેવું પડે છે અને ઘણીવાર થાકના લીધે ઘણીવાર ભરકાદેવી આઈસક્રીમની સામેની બાજુના રસ્તા પર બેસવાનું થતું હોય છે. આથી વિદ્યાર્થીઓ, વાલીઓ અને ગ્રામજનોએ સાથે મળીને સમસ્ત આદિવાસી સમાજના નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલને પોતાને પડતી મુશ્કેલીઓની રજૂઆત કરેલ હતી.

આ રજુઆતને ધ્યાને લઈ ડો.નિરવ પટેલે આ વિસ્તાર આછવણી ગ્રામપંચાયતના હદમા આવતો હોય આછવણી ગામના સરપંચ વિરલાબેન પટેલને લેખિતમાં રજૂઆત કરી હતી અને સરપંચે પણ મુસાફરોની તકલીફને ધ્યાને લઇ હકારાત્મક અભિગમ બાંકડા ટૂંક સમયમાં મૂકી આપીશું આશ્વાસન આપવામાં આવ્યું છે.