નર્મદા : કેવડીયા ( એકતા નગર) વિસ્તારમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાયા બાદ હવે, પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું છે, જ્યાં દેશ વિદેશ માંથી હજારો પ્રવાસીઓ આવતા હોય છે, પરંતુ કેવડીયા વિસ્તારમાં બનેલ હોટેલ્સમાં પ્રવાસીઓ પાસે બમણી રકમ વસુલી રહ્યા હોઇ તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ પર ગરુડેશ્વર નજીક આવેલ “સંકલ્પ ગાર્ડન ઇન” (sankalp garden inn) હોટેલમાં એક પ્રવાસી પાસે છાસના 200 રૂપિયા વસૂલવામાં આવ્યા છે, આ બાદ સોશિયલ મીડિયામાં હોટેલનું બિલ ખૂબ વાયરલ થઈ રહ્યુ છે અને તેની ખૂબ ટીકા પણ થઈ રહી છે.

નર્મદા જિલ્લા વહીવટી તંત્ર પ્રવાસીઓ પાસે બેફામ પૈસા વસૂલ કરતી હોટેલ્સ પર રોક લગાવે એવી પણ માગ ઉથી છે. અને લોકો સવાલ પણ કરી રહ્યા છે.

આ છાસમાં એવું તો શું હશે જેના 200 રૂપિયા કિંમત?

કેમ ચલાવી રહ્યા છે બેફામ લૂંટ..?

વહીવટી તંત્ર કેમ છે મૌન.?

કેમ બની રહયા છે હોટેલ્સ માલિકો બેફામ..?

કોણે આપ્યો બેફામ લૂંટ ચલાવવાનો પરવાનો.??