આહવા : ‘International Millets Year’ દરમિયાન તા.20 માર્ચથી 3 એપ્રિલ 2023 દરમિયાન આયોજિત ‘પોષણ પખવાડિયા’ની મુખ્ય થીમમાં શ્રીઅન્ન (Millets)ને અદકેરું મહત્વ આપતા રાજ્ય સમસ્તની જેમ ડાંગ જિલ્લામાં પણ ‘પોષણ પખવાડિયા’ની ઉજવણી હાથ ધરવામાં આવી છે.

Decision News ને મળેલી માહિતી મુજબ ઉજવણી કાર્યક્રમના ભાગરૂપે તા.૨૦ માર્ચનાં રોજ વઘઇ ઘટક ખાતે ભરવાડ ફળિયા આંગણવાડી કેન્દ્રમાં, પોષણ પખવાડાની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં મીલેટસ આધારીત વાનગી હરીફાઇનું આયોજન કરવામાં આવ્યુ. નાગલી, જુવાર ,બાજરી વિગેરે મીલેટસનો ઉપયોગ કરી અલગ અલગ વાનગીનું પ્રદર્શન પણ આયોજિત કરાયું હતું. જેમાં આંગણવાડી કેન્દ્રનાં બાળકો, કિશોરીઓ, સગર્ભા અને ધાત્રી માતા સાથે અન્ય ગ્રામજનોએ પણ ભાગ લીધો હતો. તમામ લાભાર્થીઓને પોષણ પખવાડીયાની ત્રણ થીમ વિશે સમજણ આપવામાં આવી હતી. જેમાં વઘઇ ઘટકનાં ઇંચાર્જ સી.ડી.પી.ઓ.શ્રી, મુખ્ય સેવિકા તેમજ તમામ આઇ.સી.ડી.એસ.નો સ્ટાફ હાજર રહ્યા હતા.

તેજ રીતે તા.૨૦નાં રોજ આહવા ઘટકની દેવલપાડા આંગણવાડી કેન્દ્ર ખાતે પોષણ પખવાડીયાની ઉજવણીનો શુભારંભ કરવામાં આવ્યો. જેમાં જુદા જુદા મિલેટ જેવા કે નાગલી,જુવાર અને બાજરી વગેરે ધાન્યમાંથી તેમજ ટી.એચ.આર.ના પેકેટમાંથી જુદી જુદી વાનગીઓ બનાવી તેનું નિદર્શન કરવામાં આવ્યું હતું.

સમગ્ર પોષણ પખવાડીયા દરમ્યાન થીમ મુજબ હાથ ધરાનારા કાર્યક્રમની જાણકારી આપી, લાભાર્થીને લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રી, ઇ.ચા. સી.ડી.પી.ઓ., ગ્રામ પંચાયતના સભ્ય શુંભદ્રાબેન, બ્લોક કોર્ડિનેટર, મુખ્ય સેવિકા તેમજ આંગણવાડી કાર્યકર ઉપસ્થિત રહયા હતા.