ચીખલી: આદિવાસી લોકોના બધાજ દેવી દેવતાઓ પ્રકૃતિ સાથે જોડાયેલા છે એટલા માટે આદિવાસી લોકોના દેવી દેવતાઓની પાસે કોઈપણ પ્રકારના (માર કાટ) વાળા હથિયાર હોતા નથી. આ દેવી દેવતાઓમાં જોઈએ તો કનસરી દેવી માવલી ગાંવ દેવી હિમાર્યા દેવ વાઘદેવ બરમદેવ ગોવાલદેવ જળદેવ જેવા ઘણાં દેવો છે જેની પાસે હથિયાર નથી એટલે એમ કહી શકાય કે આદિવાસી દેવી દેવતાઓ સંહારક નહિ પણ પાલક છે.

માંડવખડક ગામના સરપંચ વલ્લભભાઈ જણાવે છે કે અમારા વડીલો કનસરીને દેવી માને છે તેથી તેનું મહત્વ સમજતા હતા એટલે ક્યારેય પણ અનાજનો બગાડ કરતા ન હતા. કેમ કે અન્ન જ કનસરી છે એમ તેવો માનતા મેં નાનપણથી જ મારા માતા-પિતાનો અનાજ પ્રત્યેનો આદરભાવ તેમના વ્યવહારમાં પ્રત્યક્ષ અનુભવ્યો છે જ્યારે પણ કનસરી વાત થયા છે. આપણા વડીલો ખેતરમાંથી ધાન્યને કાપી ખળામાં લાવ્યા બાદ એક એક દાણાને અલગ કરવાની પ્રક્રિયા દરમિયાન અનાજના દાણા પડી જતા હતા તે પણ શોધી શોધી વણી લેવામાં આવતા હતા. કેટલીક પ્રકિયામાં જ અનાજ પર પગ રાખી શકો બાકી નહિ અને જો ભૂલથી પણ અનાજ પર પગ પાડી જાય તો એના પ્રાયશ્ચિતના રૂપમાં એને જોહાર કરી લેવામાં આવે છે

તેઓ વધુમાં જણાવે કે મારા પિતાજી દાળભાત ખાઈને થાળીમાં પાણી રેડી પી જતા હતા મને અજીબ લાગતું ક્યારેક ક્યારેક વિચારતો કે પિતાજી આ શું કરે છે કેમ કે અમારે ત્યાં અનાજની કોઈ કમી ન હતી પણ આ વિષે મેં ક્યારેય પિતાજીને પૂછ્યું નહિ પણ પાછળથી અમને સમજાયું કે અન્ન નો બગાડ નહિ કરવો અને અન્ન પ્રત્યે જે એમનો આદરભાવ હતો તે એનું પ્રમાણ હતું આમ આપણા આદિવાસી સમાજમાં કનસરી ની પૂજા કરવાનો મતલબ છે કે જીવનદાન આપવાવાળી કનસરી પ્રત્યે આદરભાવ પ્રગટ કરવો આ ભાવ આપણને અન્નનો બગાડ કરતા રોકે છે આ આપણી જીવનશૈલી સાથે જોડાયેલું એવું મુલ્ય છે જેનો વૈજ્ઞાનિક આધાર મળે છે. આદિવાસી લોકોના પ્રકૃતિ સાથે જોડાયેલા એવા ઘણાં વિધિ વિધાન છે. પણ આજે કહેતાં દુઃખ થાય છે કે આપણે એક બાજુ અન્ન કનસરીની પૂજા કરીએ છીએ અને બીજી બાજુ આપણે એમને પણ પૂજા માટે બોલાવીએ છીએ જેઓ યજ્ઞમાં અન્નને સળગાવે દે છે. જે વિરોધાભાસ છે અને આદિવાસી સમાજ વ્યવસ્થા અને બ્રાહ્મણ સમાજ વ્યવસ્થા માં જે અંતરનું પ્રતિપાદન કરે છે આપણે એમની સભ્ય હોવાની ચાલાકીનો પર્દાફાશ કરતા રહેવાની જરૂર છે.