પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

આહવા: ડાંગ જિલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી એસ.જી.પાટીલ તરફથી મળેલી એક અખબારી યાદીમા જણાવ્યા અનુસાર, આહવા પોલીસ સ્ટેશનના કાર્ય વિસ્તારમા આવતા આહવા જંગલ નાકાથી આગળ વઘઇ જતા રોડની બાજુમા સ્મસાન નજીક ઉતરતા ઢોળાવની ઝાડીમા બિન વારસી બાળકની લાશ મળવા પામી છે.

ઉલ્લેખનીય છે કે16 માર્ચ 2023ના રોજ સવારે ૧૧:૪૫ વાગ્યાના સુમારે એક અજાણ્યુ બાળક, જેની ઉમર આશરે 10 થી 14 વર્ષની છે. બાંધો પાતળો, ઉંચાઇ ૫*૪ ફુટ, રંગે ઘઉંવર્ણ, જેના શરીરે પીળા ભુરા રંગની ટુંકી બાઇની ડીઝાઇન વાળુ ટી-શર્ટ અને કમરે આછા ગુલાબી રંગના ટુંકો ચડ્ડો પહેરેલ છે.

ડી-ક્મપોઝ હાલતમા મળી આવેલ આ વર્ણનાવાળુ બાળકની આપના શહેર તથા જિલ્લા વિસ્તારમા ગુમ થયેલ હોય તો રેક્ડ ઉપર ખાતરી કરી સત્વરે પોલીસ કન્ટ્રોલ રૂમ : 02631 – 220322/220658, અને વઘઇ પોલીસ સ્ટેશન : 02631-246233 ઉપર સંપર્ક સાધવા જણાવાયુ છે.