ધરમપુર: ગતરોજ વલસાડ ધરમપુરના અંતરિયાળ લગભગ એકાદ કલાક સુધી ગુંદીયા, ખડકી, મધુરી, તુતરખેડ, ચવરા, સાત વાંકલ, પૈખેડ, સાદડવેરા , ખડકી, મધુરી, પિંડવળ, ઉલસપિંડી જેવા ગામોમાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો.
સ્થાનિક સુત્રોને Decision News જણાવ્યા અનુસાર લગભગ એક કલાક સુધી ભારે વરસાદ સાથે કરા પડ્યા હતા હાલમાં ગામોમાં નાની કેરી તથા કાજુના ફૂલ ખરી પડ્યા હતા અને ઘાસચારો પણ ભીંજાઈ જવાથી પશુપાલકો પણ ખુબ જ ચિંતિત બન્યા છે.
ઘણી જગ્યાએ એવું પણ બન્યું કે લગ્ન મંડપ ભીનો થઇ ગયો હતો અને વરવધુને ત્યાં જાન લઈને આવેલા જાનૈયાઓએ ભોજન આસપાસના ઘરોમાં લેવા મજબુર બન્યા હતા. સતત ગાજવીજ સાથે ભારે વરસાદ પડતાં લોકો ચોમાસું આવી ગયું એવો ઉપહાસ ઉડાવતા જોવા મળ્યા હતા.

