વાંસદા: નવસારી જિલ્લાના સાંસદ અને પેજ કમિટીના પ્રણેતા ગુજરાત પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ ના જન્મદિવસ નિમિત્તે નવસારી જિલ્લાના ભાજપના યુવા મોરચાના ઉપપ્રમુખ ડો વિશાલ પટેલ દ્વારા વાંસદા અને ચીખલી તાલુકાના ગામોમાં ગરીબ આદિવાસી લોકોને ફળો બિસ્કીટ અને ચંપલનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Decision News ને મળેલી જાણકારી પ્રમાણે નવસારી જિલ્લાના ભાજપના યુવા મોરચાના ઉપપ્રમુખ ડો વિશાલ પટેલ દ્વારા ગુજરાત પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલના જન્મદિવસ નિમિત્તે વાંસદા અને ચીખલી તાલુકાના ગામોમાં ગરીબ આદિવાસી વડીલોમાં ફળો બિસ્કીટ અને ચંપલના વિતરણનો કાર્યક્રમ કર્યો હતો

આ કાર્યક્રમમાં ડાંગી હોટલના માલિક ભુપેન્દ્ર પટેલ વાંસદા શાસક પક્ષના નેતા બીપીન માહલા નવસારી જિલ્લા પંચાયત સભ્ય આંબાબેન માજી તાલુકો પંચાયત સભ્યો કિરણ પટેલ તથા આજુબાજુ ગામના આગેવાનો હાજર રહી લોકસેવાનો સંદેશો આપી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલના જન્મ દિવસનની ઉજવણીમાં ભાગ લીધો હતો.