મહિલા વિશેષ: મહિલાને મુશ્કેલીની સ્થિતિમાં ઝડપથી ત્વરિત મદદ મળી રહે તે માટે અદ્યતન ટેક્નોલૉજીનો ઉપયોગ કરી ૧૮૧ અભયમ મોબાઈલ એપ્લિકેશન બનાવવામાં આવી છે. મોબાઈલમાં આ એપ ડાઉનલોડ કર્યા બાદ ફોનમાં પેનીક બટન દબાવતા હેલ્પલાઈનની મદદ મેળવી શકાય છે.

મોબાઈલ જોરથી હલાવતા પણ કોલ થઈ શકશે જેથી કટોકટીના સમયમાં ફોન કર્યા વગર મદદ મળી શકે છે. મોબાઈલ એપ્લિકેશન મારફતે ઘટના સ્થળેથી મહિલા કોલ કરે તો તેનુ ચોક્કસ સ્થળ ગુગલ મેપમાં મળી જશે. એપમાં ૧૮૧ બટન દબાવતાની સાથે મુશ્કેલીની સ્થિતિમાં રહેલી મહિલાના પાંચ સગા સંબંધી કે મિત્રોને ઓટોમેટિક એસ.એમ.એસ.થી સંદેશ મળી જશે. એપ્લિકેશન થકી કોલ કરનાર મહિલાના ત્રણ એડ્રેસ (૧) કોલનું સ્થળ, (૨) ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર પાસે નોંધાયેલુ એડ્રેસ અને (૩) એપ્લિકેશન રજિસ્ટ્રેશન વખતે જણાવેલું સરનામુ એક સાથે હેલ્પલાઈન સેન્ટરમાં મળી
જશે.

મહિલા ઘટના સ્થળના ફોટો અને વીડિયો એપ દ્વારા અપલોડ કરી પુરાવા તરીકે હેલ્પલાઈન સેન્ટરમાં મોકલી શકશે.