વાપી: ગતરોજ વલસાડ જિલ્લાના વાપી તાલુકાના વાપી વૈશાલી ચાર રસ્તા સર્વિસ રોડ આકાર બજાજ શો રૂમના કંપાઉન્ડમાં માધવ હોટેલની ની સામેથી તા.૨૮-૦૧-૨૦૨૩ના રોજ સવારે ૭-૩૦ વાગ્યે ભીખારી જેવા દેખાતા એક ૫૦ થી ૫૫ વર્ષીય અજાણ્યા પુરૂષની લાશ મળી આવી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ મૃતકે બ્લુ કલરનું પેન્ટ પહેરેલું છે અને શરીરે કાળા કલરનો ગરમ ધાબળો ઓઢેલો છે. તેની ઉંચાઈ આશરે ૫ ફૂટ ૬ ઈંચ, કાળા વાળ, મોટું કપાળ અને સાધારણ મુછ છે. લાશને હાલ કોલ્ડ રૂમમાં મુકવામાં આવી છે.

મૃતકના વાલી વારસોએ વધુ વિગત માટે વાપી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા અખબારી યાદીમાં જણાવાયું છે.