ચીખલી: આજરોજ મહાશિવરાત્રિના પાવન પર્વ પર 50 થી પણ વધારે મંદિરોમાંથી માટીના દીવડાઓ ઉઘરાવવી 35000 હજારથી વધુ દીવડાઓમાંથી ચીખલી રિવર ફ્રન્ટ ખાતે મહાદેવ આર્ટ ગ્રુપની ટીમો દ્વારા શિવજીની રંગોળી પ્રતિમા બનાવવામાં આવી.

જુઓ વિડીયો..

Decision News ને પ્રાપ્ત બનેલી માહિતી પ્રમાણે ચીખલીના પિપલગભાંણ ગામના યુવાન ઋતુરાજ પટેલ ( મહાદેવ આર્ટ ગ્રુપ ) & એની સાથે ટીમના સાથી મિત્રો દ્વારા ચીખલીના અલગ – અલગ 50 થી પણ વધારે મંદિરોમાંથી માટીના દીવડાઓ ઉઘરાવવી 35000 હજારથી વધુ દીવડાઓમાંથી ચીખલી રિવર ફ્રન્ટ ખાતે 24 કલાકથી વધુ સમયમાં મહાદેવ આર્ટ ગ્રુપની ટીમો દ્વારા દ્વારા શિવજીની રંગોળી પ્રતિમા બનાવવામાં આવી હતી.

ઋતુરાજ પટેલ અને તેમની ટીમના સાથી મિત્રો દ્વારા ચીખલી રિવર ફ્રન્ટ ખાતે છેલ્લા 3 વર્ષથી આ કલાકૃતિ રજૂ કરવામાં આવે છે. આ માટીના દીવડાઓમાંથી બનાવવામાં આવેલી આ શિવજીની રંગોળી પ્રતિમા નિહાળવા માટે તાલુકા તેમજ આજુબાજુના ગામના લોકો આવી પહોંચ્યા હતાં.